મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

નેચરલ ફાર્મિંગથી પશુપાલન, ડેરી સેક્ટરથી ડિજીટલ સર્વેઃ ખેડૂતો માટે બજેટમાં થઈ આ મોટી જાહેરાતો 

નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ રજૂ કરતાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની

નેચરલ ફાર્મિંગથી પશુપાલન, ડેરી સેક્ટરથી ડિજીટલ સર્વેઃ ખેડૂતો માટે બજેટમાં થઈ આ મોટી જાહેરાતો 

નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ રજૂ કરતાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મુકવામાં આવ્યો છે. તો પશુપાલનથી લઈને ખેતીના ડિજીટલ સર્વે ઉપર ભાર મુકવામાં આવ્યો છે. શાકભાજીની ફૂડ સપ્લાય ચેનને મજબૂત કરવા માટે ખાસ આયોજન કરાયું છે. નવા એફપીઓ ઉભા કરીને ખેડૂતોના ઉત્પાદનો ગ્રાહકો સુધી જલદી પહોંચાડી સારી આવક પેદા કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે દેશમાં 1 કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. જેનો અમલ ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે. 

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. પરંતુ અહીં દૂધાળા પશુઓની ઉત્પાદકતા નથી. તેમણે કહ્યું કે, પશુપાલકોને મદદ કરવા માટે એક વ્યાપક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. તેમજ પશુઓના રોગ નિયંત્રમ માટે જે પ્રયાસ ચાલુ છે તે ચાલુ રહેશે. દેશ દૂધ ઉત્પાદકતામાં આગળ છે પરંતુ દુધાળા પશુઓની દૂધ ઉત્પાદકતા ઓછી છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રીય પશુધન મિશન અને ડેરી પ્રોસેસિંગ અને પશુપાલન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જેવી હાલની યોજનાઓની સફળતા પર નિર્માણ કરશે.

સીફૂડની નિકાસ બમણી થઈ

મત્સ્યસંપત્તિ અંગે કહ્યું કે અમારી સરકારે માછીમારોને મદદ કરવાનું શરૂ કરતા અલગ મત્સ્ય વિભાગની સ્થાપના કરી. ત્યારથી અંતર્દેશીય અને જળચર કૃષિ ઉત્પાદન બમણું થયું છે. સીફૂડની નિકાસ પણ 2013-14થી બમણી થઈ છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના અમલીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધારવા માટે નેચરલ ફાર્મિંગનું સર્ટિફિકેશન કરવામાં આવશે. ખેડૂતોને મદદરૂપ થવા 10 હજાર બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. જેના માટે ખાસ ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે 32 પાકોની 109 જાતો લાવવામાં આવશે. શાકભાજીની સપ્લાય ચેઇન પર ભાર મૂકવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો ડિજીટલ સર્વે કરવામાં આવશે. કઠોળ અને દાળમાં આત્મનિર્ભરતા માટે ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સનફ્લાવર અને સોયાબીન જેવા પાકો પર રહેશે.
 
6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજીસ્ટ્રીમાં લાવવામાં આવશે.

5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.​​​​​​​

10 હજાર બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે

32 પાકોની 109 જાતો લાવવામાં આવશે

400 જિલ્લામાં પાકનો ડિજીટલ સર્વે કરવામાં આવશે

11.8 કરોડ ખેડૂતોને મદદ

 નાણામંત્રીએ કહ્યું કે, જળવાયુ અનુકૂળ બીજ ઉત્પાદન કરાવવા માટે ખાનગી ક્ષેત્રે, તજજ્ઞો માટે ખાસ ધન ઉપલબ્ધ કરાવશે. નેનો યુરિયા ટેકનોલોજી સફળતાપૂર્વક અપનાવ્યા પછી, નેનો ડીએપીનો ઉપયોગ તમામ કૃષિ-ક્લાઇમેટ ઝોનમાં વિવિધ પાકો પર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને સીધા જ ફંડ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. પીએમ કિસાન યોજનાનો લાભ દેશભરના અન્ન પ્રદાતાઓને મળી રહ્યો છે. સાથે જ પીએમ ફસલ યોજનાનો લાભ ચાર કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે.
બજેટમાં ગરીબ, મહિલા, યુવા, અન્નદાતા, નવી પેઢીને બજેટમાં પ્રાથમિકતા

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે વચન પૂરું કરીને તમામ મુખ્ય પાકો માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિન માટે 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનાથી 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.
 
આ 9 બાબતો પર આધારિત છે યોજનાઓ

1. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા 2. રોજગાર અને કુશળતા 3. સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય 4. ઉત્પાદન અને સેવાઓ 5. શહેરી વિકાસ 6. ઉર્જા સંરક્ષણ 7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર 8. નવીનતા, સંશોધન અને વિકાસ 9. નવી પેઢીના સુધારા

આ સમાચાર શેર કરો