રોલ્સ રોયસ જેવી લક્ઝરી કાર, રાજવી મહેલ... ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેનારા અશ્વિન છે આટલા કરોડનો માલિક
ભારતના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બુધવારે, 18 ડિસેમ્બર 2024ના રોજ ગાબા ટ

ભારતના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બુધવારે, 18 ડિસેમ્બર 2024ના રોજ ગાબા ટેસ્ટ પૂરી થતાં જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
આ પણ વાંચો: ભારતીય અધિકારીઓને લાંચ આપવા બાબતે અમેરિકન કંપનીઓને કરોડોનો દંડ
રવિચંદ્રન અશ્વિનનો જન્મ 1986માં ચેન્નાઈમાં થયો હતો. અશ્વિને પોતાની જાદુઈ બોલિંગથી ભારત માટે ઘણી મેચ જીતી છે. આર અશ્વિને ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે, પરંતુ પૈસા કમાવવાના મામલે અશ્વિન પણ કોઈથી પાછળ નથી. તેણે ક્રિકેટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા ખાલી કમાણી કરે છે. અહીં જાણો કુલ સંપત્તિ વિશે...
રવિચંદ્રન અશ્વિનની કુલ સંપત્તિ કેટલી છે?
રિપોર્ટ અનુસાર, રવિચંદ્રન અશ્વિનની કુલ સંપત્તિ 132 કરોડ રૂપિયા છે. અશ્વિન ભારતીય ટીમ અને IPL માટે રમીને સારો પગાર મેળવે છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડ્સ સાથે પણ જોડાયેલો છે.
IPL અને ભારતીય ટીમમાં રમવા માટે તેમને કેટલો પગાર મળે છે?
તમને જણાવી દઈએ કે રવિચંદ્રન અશ્વિન વાર્ષિક 10 કરોડ રૂપિયા કમાય છે. તે દર મહિને અંદાજે 50 લાખ રૂપિયા કમાય છે. બીસીસીઆઈના તાજેતરના વાર્ષિક કરારમાં અશ્વિન એ ગ્રેડમાં છે. ગ્રેડ A કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ મળે છે. રાજસ્થાન રોયલ્સ અશ્વિનને સિઝન દીઠ 5 કરોડ રૂપિયા ચૂકવે છે. આ ભારતીય દિગ્ગજની અત્યાર સુધીની સૌથી વધુ IPL સેલેરી 7.6 કરોડ રૂપિયા છે, જ્યારે તે પંજાબ કિંગ્સ માટે રમ્યો હતો. 2008માં ડેબ્યૂ કર્યા બાદ અશ્વિને આઈપીએલમાં અંદાજે 82 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
અશ્વિન ઘણી બ્રાન્ડ સાથે જોડાયેલો છે
રવિચંદ્રન અશ્વિન ઘણી બ્રાન્ડ સાથે જોડાયેલા છે. તે જાણીતો ચહેરો છે. અશ્વિન મિંત્રા, બોમ્બે શેવિંગ કંપની, મન્ના ફૂડ્સ, એરિસ્ટોક્રેટ બેગ્સ, ઓપ્પો, મૂવ, સ્પેક્સમેકર્સ, કોક સ્ટુડિયો તમિલ અને ડ્રીમ 11 માટે એન્ડોર્સ કરે છે. તે કેરમ બોલ્સ નામની મીડિયા અને ઇવેન્ટ કંપની પણ ચલાવે છે.
વૈભવી મકાનો અને કાર છે
રવિચંદ્રન અશ્વિન પાસે ચેન્નાઈમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર, અશ્વિન પાસે ઓડી Q7 (અંદાજે 93 લાખ) અને રોલ્સ રોયસ (અંદાજે 6 કરોડ) પણ છે.








