મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

2 લાખ કરોડથી વધુના GST કલેક્શનથી તૂટ્યા તમામ રેકોર્ડ, ચૂંટણી ટાણે મોદી સરકારનો ખજાનો ભરાયો

દેશમાં GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મામલે એક નવો રેકોર્ડ બન્યો છે. મોદી સરકાર માટે સરકારી તિજોરી છલકાવી દેતા સારા સમાચ

2 લાખ કરોડથી વધુના GST કલેક્શનથી તૂટ્યા તમામ રેકોર્ડ, ચૂંટણી ટાણે મોદી સરકારનો ખજાનો ભરાયો

દેશમાં GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મામલે એક નવો રેકોર્ડ બન્યો છે. મોદી સરકાર માટે સરકારી તિજોરી છલકાવી દેતા સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ 2024ના જીએસટી કલેક્શનના આંક જાહેર કર્યા છે. જે મુજબ એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST આવક વસૂલાત થઈ છે. જીએસટી કલેક્આશનનો આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. જણાવી દઈએ કે વાર્ષિક ધોરણે કુલ આવકમાં 12.4%નો વધારો થયો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમને સોશિયલ મીડિયા પર આ બાબતની જાણકારી આપતા ટ્વિટ કર્યું છે. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ મહિનામાં એટલે કે એપ્રિલ 2024માં GST Collection અત્યાર સુધીનું સૌથી વધુ 2.10 લાખ કરોડ રૂપિયા થયું છે. 

જણાવી દઈએ કે, રિફંડ પછી નેટ GST રૂપિયા 1.92 લાખ કરોડ રહ્યો છે. જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે એપ્રિલ-2024ના મહિનામાં IGSTથી CGST ને રૂપિયા 50,307 કરોડ અને SGST ને રૂપિયા 41,600 કરોડનું સેટલમેન્ટ કર્યું હતું. જણાવી દઈએ કે માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

એપ્રિલ 2024 માટે GST કલેક્શનની વિગતો

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST): રૂપિયા 43,846 કરોડ
સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST): રૂપિયા 53,538 કરોડ
ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST): રૂપિયા 99,623 કરોડ
સેસ: રૂપિયા 13,260 કરોડ

નાણાકીય વર્ષ 2023-24નું કલેક્શન

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ GST કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ રહ્યું હતું. જે અગાઉના વર્ષની સરખામણીએ 11.5 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 20 લાખ કરોડની આવક કરતાં વધુ છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરેરાશ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે.

આ સમાચાર શેર કરો