મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Air Arabia એ શરૂ કર્યો સુપર સીટ સેલ, માત્ર આટલા રૂપિયામાં કરી શકો છો યુએઈનો પ્રવાસ

મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાની લો કોસ્ટ એરલાઈન Air Arabia એ Super Seat Sale શરૂ કર્યો છે. જેમાં કંપનીના તમામ નેટવર્કમાં 1

Air Arabia એ શરૂ કર્યો સુપર સીટ સેલ, માત્ર આટલા રૂપિયામાં કરી શકો છો યુએઈનો પ્રવાસ

મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાની લો કોસ્ટ એરલાઈન Air Arabia એ Super Seat Sale શરૂ કર્યો છે. જેમાં કંપનીના તમામ નેટવર્કમાં 1.50 લાખ સીટ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર મળશે. આ સુપર સીટ સેલ અંતર્ગત ગ્રાહક રૂ. 5677ની નજીવી કિંમતે યુએઈનો પ્રવાસ કરી શકશે. ફ્લાઈટ સીટ બુકિંગ મર્યાદિત હોવાથી 22 એપ્રિલથી 5 મે, 2024 દરમિયાન વહેલા તે પહેલાના ધોરણે ગ્રાહકો આ ઓફરનો લાભ લઈ શકશે. ઓફરનો લાભ લેનારા ગ્રાહકો 27 ઓક્ટોબર, 2024થી 29 માર્ચ, 2025 સુધી UAEનો પ્રવાસ કરી શકશે.

આ પ્રમોશન સેલનો લાભ ભારતથી યુએઈના 3 એરપોર્ટ્સ (શારજહાં, અબુધાબી અને રાસ અલ ખૈમા) સુધીની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ પર રૂ. 5677ના નજીવા ભાડા પર મળશે.

મુંબઈ, દિલ્હી, અમદાવાદ, જયપુર, નાગપુર, કોલકાતા, ગોવા, બેંગ્લુરૂ, હૈદરાબાદ, ચેન્નઈ, તિરૂવંતપુરમ, કોચી, કોઈમ્બતુર, કોઝિકોડ એરપોર્ટ પરથી માત્ર રૂ. 5677માં યુએઈના શારજહાં, અબુધાબી અને રાસ અલ ખૈમા એરપોર્ટ સુધીની નોનસ્ટોપ ફ્લાઈટ બુક કરી શકશે.

યુએઈ, મોરોક્કો, ઈજિપ્તમાં તેના પાંચ સ્ટ્રેટેજિક હબ સાથે 200 રૂટ પર સંચાલિત Air Arabia એવિએશન ઈન્ડસ્ટ્રીની ટોચની એરલાઈન તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે.

સૌથી સસ્તા દરે ફ્લાઈટ ઓફર કરવા માટે એર અરબિયા પ્રચલિત છે. જે ઓછા ભાડામાં તેના ગ્રાહકોને અનુકૂળ, શ્રેષ્ઠ અને વેલ્યુ ફોર મની હવાઈ મુસાફરીનો શ્રેષ્ઠ અને યાદગાર અનુભવ આપનારી એવોર્ડ વિનિંગ એરલાઈન છે. વધુ માહિતી અને ટ્રિપ બુક કરવા માટે airarabia.com ની મુલાકાત લઈ શકો છો.

આ સમાચાર શેર કરો