સોના-ચાંદી બાદ પ્લેટિનમ પણ મોંઘું થયું, કિંમતી ધાતુઓના ભાવમાં તેજી

સોના-ચાંદી બાદ પ્લેટિનમ પણ મોંઘું થયું, કિંમતી ધાતુઓના ભાવમાં તેજી
તસવીર: AI
આ સમાચાર સાંભળો

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉંચકાતા તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ફરી ઉછળતાં દેશમાં આયાત કરાતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધી થતી જોવા મળી હતી તથા તેની ઈમ્પેકટ બજાર ભાવ પર પણ દેખાઈ હતી.

સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૫૦૦ ઉછળ્યા 

જાહેરાત

વિશ્વ બજારમાં સોનામાં ફંડો ફરી એક્ટીવ રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના વધી ઉંચામાં ૩૬૮૫ થઈ ૩૬૭૦થી ૩૬૭૧ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ વધી ૪૪.૫૭ થઈ ૪૩.૯૫થી ૪૩.૯૬ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ તેજી આગળ વધી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૫૦૦ ઉછળ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૧૫૬૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૩૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૨૫૭૯૩ તથા ૯૯૯ના રૂ.૧૨૬૨૯૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધુ રૂ.૭૦૦૦ વધી રૂ.૧૫૪૩૦૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ 
ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

ક્રૂડના ભાવ વધી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા 

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૪૭૭૪૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના વધી ૧૩૭૦ થઈ ૧૩૪૯થી ૧૩૫૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૨૪ થઈ ૯૧૦થી ૯૧૧ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૪.૭૩ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૮.૦૬ ડોલર થઈ ૯૬.૬૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૮૬.૬૦ થઈ ૮૫.૨૭ ડોલર રહ્યા હતા. ક્રૂડના ભાવ વધી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. મિડલ ઈસ્ટમાં ફરી તંગદિલી વધ્યાના વાવડ હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત