Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani Group Investment: Thousands will get employment in Bihar-Jharkhand, Adani interacted with tribal women

Adani Group Investment: બિહાર-ઝારખંડમાં હજારોને મળશે રોજગારી, અદાણીએ આદિવાસી મહિલાઓ સાથે કર્યો સંવાદ

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Adani Group Investment: બિહાર-ઝારખંડમાં હજારોને મળશે રોજગારી, અદાણીએ આદિવાસી મહિલાઓ સાથે કર્યો સંવાદ
સોર્સ : GSTV

 Adani Group Investment:  અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ રવિવારે પૂર્વ ભારતના ઝારખંડ અને બિહાર રાજ્યોની મુલાકાત લઈ ત્યાં નિર્માણાધીન વિવિધ વીજ પ્રકલ્પોની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી હતી. રૂપિયા 43,000 કરોડથી વધુના આ રોકાણો પૂર્વ ભારતને ઔદ્યોગિક નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરવાના અદાણી ગૃપના સંકલ્પને દર્શાવે છે.

App Store

ઝારખંડમાં ક્રોસ-બોર્ડર પાવર પ્રોજેક્ટ
ઝારખંડના ગોડ્ડા ખાતે 16,000 કરોડના રોકાણ સાથે 1600 MW ક્ષમતાનો અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ કાર્યરત છે. અદાણીએ આ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી. આ પ્લાન્ટ માત્ર ભારત જ નહીં, પરંતુ બાંગ્લાદેશને પણ લાંબા ગાળાના કરાર હેઠળ વીજળી પૂરી પાડે છે, જે આર્થિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે.

બિહારમાં 27,000 કરોડનું નવું રોકાણ
બિહારના ભાગલપુર પાસે પીરપૈંટીમાં અદાણી ગૃપ 27,000 કરોડના ખર્ચે 2400 MWનો નવો પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. આ પ્રકલ્પ આગામી 4થી 5 વર્ષમાં પૂર્ણ થશે, જે બિહારની વધતી જતી ઔદ્યોગિક અને શહેરી વીજ માંગને સંતોષવામાં પાયારૂપ બનશે.

‘સેવા હી સાધના’ અને જનસંપર્ક
પોતાની મુલાકાત દરમિયાન  અદાણીએ ગોડ્ડાના સ્થાનિક આદિવાસી સમુદાયોની મહિલાઓ અને પ્લાન્ટના કામદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અદાણી ગૃપ માટે લોકોની સુખાકારી એ જ પ્રાથમિકતા છે. મુલાકાતના પ્રારંભમાં તેમણે દેવઘરના બાબા વૈદ્યનાથ મંદિરમાં દર્શન કર્યા હતા અને 'સેવા હી સાધના હૈ'ના મંત્ર સાથે જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.