Video: દિવાળી બાદ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત

સોર્સ: gstv

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીના સરાફા બજારમાં 13 નવેમ્બરે સોનાના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો છે. 99 પોઈન્ટ 9 ટકા શુદ્ધતાવાળું સોનું પ્રતિ 10 ગ્રામ 2 હજાર 500 રૂપિયા ઘટીને 1 લાખ 40 હજાર 900 રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 3 હજાર 500 રૂપિયાનો ઘટાડો થતાં ભાવ 1 લાખ 84 હજાર રૂપિયા થયા છે. બીજી તરફ MCX પર પણ સોના અને ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેમાં ડિસેમ્બર વાયદાની ચાંદી 1 લાખ 77 હજાર રૂપિયા પ્રતિ કિલો અને સોનું આશરે 1 લાખ 36 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. દિવાળી બાદ નબળી ઘરેલુ માંગ, આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈ અને ડોલર મજબૂત થવાને કારણે કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત