Budget 2025: ભારત બનશે ન્યુક્લિયર પાવરવાળો દેશ, મોદી સરકારે ખોલ્યો 20 હજાર કરોડનો ખજાનો
Budget 2025: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશને પરમાણુ હબ બનાવવા

Budget 2025: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશને પરમાણુ હબ બનાવવા માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ પરમાણુ ક્ષેત્ર માટે 20 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. 'પાવર સેક્ટર માટે પાવર ઉત્પાદન અને પાવર કંપનીઓની ક્ષમતામાં વૃદ્ધિ થશે.'
તેમણે જાહેરાત કરી કે પરમાણુ ઉર્જા મિશન હેઠળ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે 100 GW પરમાણુ ઉર્જા વિકસાવવામાં આવશે. આ માટે પરમાણુ ઉર્જા કાયદામાં સુધારો કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે જાહેરાત કરી કે, શિપબિલ્ડિંગ નાણાકીય સહાય યોજના ફરી શરૂ કરવામાં આવશે કારણ કે સરકાર જહાજ નિર્માણ પર ભાર મૂકી રહીછે. જહાજ નિર્માણ જૂથોને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. નાના મોડલ રિએક્ટર પર સંશોધન માટે 20 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે એટોમિક એનર્જી મિશન શરૂ કરવામાં આવશે.






