Video: ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ, 11 મહિનામાં ચાર લાખથી ઘટીને 1.60 લાખે પહોંચી

ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. વર્ષ 2026ની શરૂઆતમાં પ્રતિ કિલોગ્રામ ચાર લાખ રૂપિયાની સપાટી પાર કરનારી ચાંદી નવેમ્બર મહિનામાં ઘટીને 1.60 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. 29 જાન્યુઆરીએ MCX પર ચાંદીનો ભાવ 4 લાખ 7 હજાર 456 રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ બજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે 18 નવેમ્બરે ભાવ ઘટીને 1 લાખ 64 હજાર 309 રૂપિયા થયો હતો, જ્યારે 19 નવેમ્બરે તે વધુ ઘટીને 1 લાખ 60 હજાર રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. જાન્યુઆરીના રેકોર્ડ સ્તર અને નવેમ્બરના ભાવ વચ્ચે આશરે 60 ટકાનો તફાવત જોવા મળ્યો છે, જોકે આ અલગ-અલગ વાયદા કરારોના ભાવ હોવાથી તેને એક જ કોન્ટ્રેક્ટમાં થયેલો ઘટાડો ગણવો યોગ્ય નથી.
જાહેરાત









