Video: સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો

સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. બુધવારે MCX પર સોનાનો ડિસેમ્બર વાયદો 3 હજાર 344 રૂપિયા એટલે કે 2 પોઈન્ટ 50 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ 1 લાખ 30 હજાર 879 રૂપિયા થયો છે. જ્યારે ચાંદીનો ભાવ 6 હજાર 449 રૂપિયા એટલે કે 3 પોઈન્ટ 80 ટકા ઘટીને પ્રતિ કિલો 1 લાખ 63 હજાર 253 રૂપિયા પર પહોંચ્યો છે. અમેરિકાના ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારાની શક્યતાને પગલે કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગોલ્ડમેન સૅક્સે 2028ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 5 હજાર 600 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
જાહેરાત








