મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર આપવો પડશે 18% ટેક્સ? GST કાઉન્સિલની બેઠકમાં થઇ શકે છે નિર્ણય

GST Councilની 54મી બેઠક મળવાની છે જેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવી શક

2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર આપવો પડશે 18% ટેક્સ? GST કાઉન્સિલની બેઠકમાં થઇ શકે છે નિર્ણય

GST Councilની 54મી બેઠક મળવાની છે જેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં સૌથી વધુ ચર્ચા ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 2000 રૂપિયા સુધીના નાના ઓનલાઇન ટ્રાન્જેક્શન માટે બિલડેસ્ક અને સીસીએવેન્યૂ જેવા પેયમેન્ટ એગ્રીગેટર્સ પર 18% GST લગાવવા પર વિચાર કરવામાં આવી શકે છે. જો આમ થયું તો પછી Debit-Credit Cardથી પેમેન્ટ કરવાનું મોઘુ બની શકે છે.

GST ફિટમેન્ટ પેનલનું સૂચન

એક રિપોર્ટ અનુસાર, એવા સંકેત મળ્યા છે કે GST Councilની બેઠકમાં GST ફિટમેન્ટ પેનલે આ તર્ક રજૂ કર્યો છે કે પેમેન્ટ એગ્રીગેટર ટ્રાન્જેક્શનના માટે મધ્યસ્થના રૂપમાં કામ કરે છે અને માટે તેમને બેન્કના રૂપમાં વર્ગીકૃત ના કરવા જોઇએ. ફિટમેન્ટ પેનલ આ PAs પર GST લગાવવાના પક્ષમાં છે. મહત્ત્વપૂર્ણ છે કે પેમેન્ટ એગ્રીગેટર્સને 2000 રૂપિયાથી ઓછી રકમની લેવડ દેવડ પર GSTમાંથી છૂટ આપવામાં આવી છે.

80% પેમેન્ટ્સ 2000 રૂપિયા કરતા ઓછા

ભારતમાં કૂલ ડિજિટલ પેમેન્ટ્સમાંથી 80 ટકાથી વધુ ટ્રાન્જેક્શન 2000 રૂપિયા કરતા ઓછાના હોય છે. 2016માં કરવામાં આવેલી નોટબંધી દરમિયાન સરકાર તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર, પેમેન્ટસ એગ્રીગેટર્સને આ લેવડદેવડ પર વેપારીઓને આપવામાં આવતી સેવા પર ટેક્સ લગાવતા રોકવામાં આવ્યા હતા. એગ્રીગેટર અત્યારે વેપારીઓ પાસેથી પ્રતિ ટ્રાન્જેક્શન 0.5%થી 2% સુધીની ફી વસુલે છે. એવામાં જો આ નાના પેમેન્ટ્સ પર GST લાગુ થાય છે તો પછી તે બાદ પેમેન્ટ્સ એગ્રીગેટર્સ આ વધારાનો ખર્ચ વેપારીઓ પર નાખી શકે છે. 

નાના વેપારીઓને પડશે અસર

જો GST Councilની મળનારી આ બેઠકમાં 2000 રૂપિયા કરતા ઓછી લેવડ દેવડ પર 18 ટકા ટેક્સ લાગુ કરવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવે છે તો પછી આ સૌથી નાના વેપારીઓને પ્રભાવિત કરી શકે છે જે અવાર નવાર ઓછા ટ્રાન્જેક્શન પર નિર્ભર રહે છે. જ્યારે મોટા લેવડ દેવડમાં વેપારીઓ માટે પેયમેન્ટ ગેટવે ફી પર પ્રસ્તાવિત 18% ટેક્સ વધારે નાણાકીય બોઝ નથી નાખી શકતો.

શું UPI પેમેન્ટ્સ પર પણ પડશે અસર?

યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) વર્તમાનમાં Digital Paymentનું સૌથી પોપ્યુલર પ્લેટફોર્મ છે. ખાસ કરીને નાની લેવડ દેવડ માટે. નાણાકીય વર્ષ 2024માં UPI ટ્રાન્જેક્શનમાં 57% વાર્ષિક વધારો જોવા મળ્યો છે અને લેવડ દેવડનો આંકડો 131 અબજ રૂપિયા કરતા વધુનો રહ્યો છે. ખાસ વાત આ છે કે નાના ટ્રાન્જેક્શન મામલે UPI દ્વારા પેમેન્ટ કરનારાઓ પર તેની કોઇ અસર નહીં પડે. જો GST લગાવવામાં આવે છે તો વધારાની રકમ માત્ર ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા કરવામાં આવેલા પેમેન્ટ પર જ આપવી પડશે.

આ સમાચાર શેર કરો