VIDEO: AFTERNOON BULLETIN / મિયામી એરપોર્ટ પર વિમાન દુર્ઘટના!, 5ના મોત, શું 'ન્યૂ મેક્સિકો'નું નામ બદલીને 'ન્યૂ અમેરિકા' થશે!
સોર્સ : gstv
1) મિયામી એરપોર્ટ પર કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત 5ના મોત
અમેરિકાના ફ્લોરિડામાં આવેલા મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રનવે પરથી ઉતરીને એમેઝોનનું એક કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં સીધું અનેક વાહનો સાથે ટકરાયું હતું જેના કારણે ક્રેશ થયું હતું. જેમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે.
2)ટ્રમ્પે 'ન્યૂ મેક્સિકો'નું નામ બદલીને 'ન્યૂ અમેરિકા' કરવાની વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે ટ્રમ્પે અમેરિકાના રાજ્ય ન્યૂ મેક્સિકો (New Mexico)નું નામ બદલીને 'ન્યૂ અમેરિકા' (New America) કરવાની વાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને આ અંગેનો સંકેત આપ્યો છે.
3) પાંચ રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી-માર્ચ 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં વસ્તી ગણતરીનું કામ વહેલું પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે મણિપુરમાં પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવી છે.ચાર રાજ્યોમાં વસ્તી ગણતરી 1 ડિસેમ્બર 2026થી 4 જાન્યુઆરી 2027 સુધી ચાલશે. આ નિર્ણયથી ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓની અછત અને વહીવટી સંઘર્ષ ટાળવાનો માર્ગ સાફ થયો છે.હવે સૌથી વધુ નજર ઉત્તર પ્રદેશની ચૂંટણી પર છે, જ્યાં ફેબ્રુઆરી 2027થી મતદાનના તબક્કા શરૂ થવાની શક્યતા છે.
4)10 સેકન્ડના વિદ્યાર્થીના વિડીયોએ કાળજું કંપાવ્યુ
મોતીબાગના સત્ય નિકેતનમાં પીજી રહેઠાણ ધરાશાયી થયાના લગભગ દોઢ કલાક પછી, એઆરએસડી કોલેજના એક ગ્રુપમાં એક વીડિયો સામે આવ્યો જેણે બધાને ભયભીત કરી દીધા. દસ સેકન્ડની ક્લિપની છેલ્લી ત્રણ સેકન્ડમાં એક ચહેરો દેખાતો હતો - પરંતુ કોઈ શબ્દ બોલાયો ન હતો. ચહેરો જોઈને, વિદ્યાર્થીઓએ બૂમ પાડી, "અરે, તે આદિત્ય જેવો લાગે છે." કાટમાળમાંથી યુવાનનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
5) રેશનકાર્ડ ધારકો માટે મોટો ઝટકો!
સરકારે સપ્ટેમ્બર મહિનાના રેશનમાં ચોખાના જથ્થામાં મોટો કાપ મૂક્યો છે. હવે કાર્ડધારકોને વ્યક્તિદીઠ મળતા 3 કિલો ચોખાના બદલે માત્ર 1 કિલો ચોખા જ મળશે.આ નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.
6) સાબરકાંઠાના ગાંભોઇ - ભિલોડા હાઇવે પર અકસ્માત
સાબરકાંઠાના ગાંભોઇ - ભિલોડા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કારે રીક્ષાને ટક્કર મારી હતી. ઘટના એટલી ભયાનક હતી કે રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, અને આ દુર્ઘટનામાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્ર્સ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

