Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : You can fix these car problems yourself! It will save you time and money too

VIDEO: Auto News / કારની આ મુશ્કેલીઓ તમે જાતે જ કરી શકો છો ઠીક! સમયની સાથે થશે પૈસાની પણ બચત

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જો તમે અવારનવાર કારથી મુસાફરી કરો છો, તો તમને ગાડી વિશેની કેટલીક બાબતોની જાણકારી હોવી જોઈએ. જેથી ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિમાં કામ સરળ થઈ જાય છે. જી હા, અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તમને કારના કેટલાક પાર્ટ્સ વિશે સારી એવી ડિટેલ હોવી જોઈએ. આવું થવાથી સમયની સાથે-સાથે ઘણીવાર પૈસાની પણ બચત થઈ જાય છે.

App Store

કારનું એન્જિન ખૂબ જ મહત્વનો પાર્ટ છે. એવામાં એન્જિનમાં જો કોઈ નાની એવી પરેશાની પણ આવે છે, તો મોટાભાગના લોકો તરત જ મિકેનિક અથવા કાર સર્વિસ સેન્ટર તરફ દોડે છે. પરંતુ જો તમને એન્જિન વિશે થોડી પણ જાણકારી હોય, તો તમે સૌથી પહેલાં જાતે જ સમસ્યાને જોશો. આવું થવાથી પૈસાની બચત થઈ જાય છે. આ સિવાય ઘણીવાર એકલા હોવા પર મુશ્કેલી ઠીક કરવામાં સરળતા રહે છે.

કારની બેટરી પણ ગાડી ચલાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમે જાણતા જ હશો કે જો કારની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, તો તેનાથી ગાડીના તમામ ઈલેક્ટ્રિક પાર્ટ્સ કામ નથી કરતા. કારની બેટરીમાં આમ તો ક્યારેય પણ પરેશાની આવી શકે છે. જો કે, ચોમાસા અને શિયાળા દરમિયાન બેટરીમાં અવારનવાર સમસ્યા જોવા મળે છે. એવામાં તમને ખબર હોવી જોઈએ કે કારમાં બેટરી કઈ જગ્યાએ છે અને બેટરી કેવી રીતે ચેક કરવાની છે.

કારમાં ઓવરહીટિંગ થવું એ કોઈ મોટી સમસ્યા નથી. પરંતુ તે મોટી ત્યારે બની જાય છે, જ્યારે કાર ચલાવનારાઓને આ બાબતે સાચી જાણકારી હોતી નથી. અવારનવાર ઉનાળાની ઋતુમાં કારમાં ઓવરહીટિંગની સમસ્યા આવે છે. આ સ્થિતિમાં જો તમે કોઈ મિકેનિકની મદદ લેશો તો તેમાં સમયની સાથે ખર્ચ પણ થશે. એવામાં તમને ખબર હોવી જોઈએ કે ઓવરહીટિંગની મુશ્કેલીને કેવી રીતે ઠીક કરવી.

કારની બ્રેકિંગ સિસ્ટમ વાહન અને મુસાફર બંનેની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. અવારનવાર ચોમાસા અને શિયાળાની ઋતુમાં કારની બ્રેકિંગ સિસ્ટમમાં નાની-મોટી પરેશાની જોવા મળે છે. ઘણીવાર બ્રેકનો સતત ઉપયોગ કરવાથી બ્રેક પેડલમાંથી અવાજ આવવા લાગે છે. એવામાં જો તમને બ્રેક પેડલ કે સિસ્ટમની સાચી જાણકારી હોય, તો તમે જાતે જ પરેશાની ઠીક કરી શકો છો. આવું થવાથી તમારો સમય અને પૈસા બંને બચશે.