Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : This feature of Google Maps will end the tension of expensive petrol - diesel

VIDEO: Tech News / ગૂગલ મેપનું આ ફીચર મોંઘા પેટ્રોલ-ડીઝલનું ટેન્શન કરશે ખતમ, ઓન કરતા જ ઘટી જશે ફ્યુઅલનો વપરાશ!

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેના લીધે લોકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે લોકો અવનવા ઉપાયો કરી રહ્યા છે. પરંતુ લોકોને એ ખબર નથી કે તેમના ફોનમાં રહેલી એક નાનકડી એપ્લિકેશન તેમની ગાડીમાં વપરાતા પેટ્રોલ-ડીઝલનો ખર્ચ ઓછો કરી શકે છે.

App Store

તમને જણાવી દઈએ કે મોટાભાગના મોબાઈલ યુઝર્સ ગૂગલ મેપ્સ (Google Maps) નો ઉપયોગ માત્ર રસ્તો જોવા માટે જ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ ગૂગલ મેપ્સમાં એક એવું ફીચર પણ મળે છે, જે એવો રસ્તો બતાવે છે જેમાં ફ્યુઅલ (બળતણ) ની ઘણી બચીત થાય છે. આ માટે ગૂગલ મેપમાં એક ખાસ પ્રકારનું સેટિંગ મળે છે. તમારે બસ આ સેટિંગને ઓન કરવું પડે છે.

જો તમે ગૂગલ મેપનો સાચો ઉપયોગ કરો છો, તો ગાડીની ફ્યુઅલ ઇકોનોમી (એવરેજ) ને સુધારી શકો છો. ગૂગલ મેપ્સ યુઝર્સને એવા રસ્તા બતાવે છે જ્યાં ટ્રાફિક ખૂબ જ ઓછો હોય છે, જેના કારણે ગાડીનું ફ્યુઅલ ઘણું ઓછું વપરાય છે. જો ગૂગલ મેપ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તમે લગભગ 10 થી 20 ટકા સુધી પેટ્રોલ, ડીઝલ અને સીએનજી (CNG) ની બચત કરી શકશો.

જો તમે પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવથી પરેશાન છો, તો તમે ગૂગલ મેપ્સના Fuel Efficient Routes ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ ફીચરને તમે જેવું એક્ટિવ કરશો કે તરત જ ગૂગલ મેપ તમને એવા રસ્તાઓ પરથી લઈ જશે જ્યાં તમારી ગાડીનું તેલ (ફ્યુઅલ) સૌથી ઓછું વપરાય. મોટાભાગના લોકો બસ ગૂગલ મેપમાં લોકેશન નાખે છે અને જે રૂટ દેખાય તેના પર ચાલવા લાગે છે. ઘણીવાર ગૂગલ એવા રસ્તાઓ બતાવે છે જે કદાચ લાંબા હોઈ શકે પરંતુ તેમાં ફ્યુઅલનો વપરાશ ઓછો થાય છે.

જો તમે એવો રસ્તો પસંદ કરો છો જેમાં ટ્રાફિક હોય, તો તમારે વારંવાર ગાડી રોકવી પડશે અને સાથે જ ગાડીની સ્પીડ ધીમી હોવા છતાં પણ ફ્યુઅલ વધુ વપરાશે. આ બધી સમસ્યાઓથી બચવા માટે ગૂગલ મેપ મોબાઈલ યુઝર્સને 'Fuel Efficient Routes' નો ઓપ્શન આપે છે. આ ફીચર એક્ટિવ થયા પછી તમને ટ્રાફિક વગરના રસ્તા બતાવવામાં આવે છે અને તમે સ્મૂધ રીતે ગાડી ચલાવી શકો છો.

ગૂગલ મેપના આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગાડીના એન્જિન અને ફ્યુઅલ ટાઈપ (પેટ્રોલ, ડીઝલ કે સીએનજી) ના હિસાબથી તમને રૂટ બતાવે છે. જ્યારે તમે ગૂગલ મેપમાં તમારી ગાડીની ડિટેલ્સ નાખો છો, ત્યારે એપ તે મુજબ જ ફ્યુઅલ બચાવતો રસ્તો બતાવે છે.

Google Maps માં આ રીતે એક્ટિવ કરો:

જો તમે પણ ફ્યુઅલ બચાવવા માંગો છો, તો સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ મેપ્સ એપ ઓપન કરો.

હવે તમારે એપની જમણી બાજુ દેખાતા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમને સેટિંગ્સ (Settings) નો ઓપ્શન મળશે.

હવે તમારે સ્ક્રોલ કરીને નીચેની તરફ નેવિગેશનના ઓપ્શન પર આવો. 

અહીં તમને Prefer Fuel-Efficient Routes અથવા Fuel Efficient Routes નો ઓપ્શન મળી જશે. તેને ઓન કરી દો.