Telegram Ban In India: પેપર લીકની ઘટનાઓને રોકવા માટે, ભારત સરકારે મંગળવારે
પ્રકાશિત : •2 મિનિટ વાંચન સમય
આ સમાચાર સાંભળો
Telegram Ban In India: પેપર લીકની ઘટનાઓને રોકવા માટે, ભારત સરકારે મંગળવારે ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ લાદ્યો હતો. ટેલિગ્રામ હવે આ આદેશ સામે કોર્ટમાં પહોંચી ગયું છે, દિલ્હી હાઈકોર્ટમાં સરકારના નિર્ણયને પડકાર્યો છે અને રાહતની માંગ કરી છે. આ મામલાની આજે સુનાવણી થવાની છે. નોંધનીય છે કે, સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામની ઍક્સેસ પર પ્રતિબંધ મૂક્યો છે અને 30 જૂન સુધી તેની મેસેજ-એડિટિંગ સુવિધાને ડિસેબલ કરવાનો આદેશ આપ્યો છે. પરીક્ષા લીકની ઘટનાઓમાં ટેલિગ્રામ જેવી એપ્લિકેશનોના ઉપયોગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેલીગ્રામના સીઈઓ બોલ્યા- 15 કરોડ યુઝર્સને મળી રહી છે સજા
સરકારના આદેશ પર પ્રતિક્રિયા આપતા, ટેલિગ્રામના સ્થાપકે આ પગલાની ટીકા કરી. તેમણે X પર લખ્યું કે ભારત સરકારે એક અઠવાડિયા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો કારણ કે કેટલાક યુઝર્સએ પ્લેટફોર્મ પર લીક થયેલા પરીક્ષાના પેપર શેર કર્યા હતા. આ 15 કરોડથી વધારે ટેલીગ્રામ યુઝરને સજા આપવામાં આવી રહી છે ન કે એ ઈનસાઈડર્સને જેમણે પેપર લીક કર્યું હતું. આ પ્રતિબંધથી પણ કઈ બંધ નથી થયું. હવે બીજી એપ્સના માધ્યમથી લીકની ઘટનાઓ બની રહી છે.
પેપર લીક રોકવા માટે ઉઠાવ્યા ઘણા પગલા- દુરોવ
પછીની પોસ્ટમાં, દુરોવે પેપર લીક અને સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ એકાઉન્ટ્સ સામે લેવામાં આવેલા પગલાંની વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં, તેઓએ પરીક્ષા સામગ્રી અને સંકળાયેલા કૌભાંડો શેર કરતી સેંકડો ચેનલો દૂર કરી છે. અમે એડિટેડ લેબલને પણ વધારે વિઝિબલ બનાવી રહ્યા છીએ, જેનાથી બેકડેટિંગના સ્કેમને રોકી શકાય. ટેલીગ્રામને પ્રતિબંધિત કરવું ભલે ટેમ્પરરી હોય, પણ તે ખોટું છે.
ફક્ત ટેલીગ્રામ પર જ કેમ મુકાયો પ્રતિબંધ?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) જણાવે છે કે NEET (UG) 2026 Re-Examની પુનઃપરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને લક્ષ્ય બનાવવા માટે ફ્રોડ નેટવર્ક ટેલિગ્રામ ગ્રુપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે પેપર લીકમાં સામેલ વ્યક્તિઓને પ્લેટફોર્મનો ઉપયોગ કરતા અટકાવવા માટે IT કાયદા હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટેલીગ્રામના કેટલાક ફીચર્સ પણ નિર્ણયનું કારણ બન્યા છે. ટેલીગ્રામ પર મોટા ગ્રુપ બનાવવાની સુવિધા, સીક્રેસી અને મોટી સાઈજની ફાઈલ્સ શેર કરવા જેવા ફીચર્સ છે, જે ચીટિંગ નેટવર્ક ચલાવતા લોકના કામ આવી શકે છે.