Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : The government has taken a big decision regarding WhatsApp-Telegram

VIDEO/ Tech: WhatsApp-Telegram અંગે સરકારે લીધો મોટો નિર્ણય, જાણો તમારા એકાઉન્ટ પર શું અસર થશે

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Update On SIM binding Rule: જો તમે WhatsApp, Telegram અથવા અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરો છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે SIM-બાઇન્ડિંગ જેવા નવા કડક નિયમો લાગુ કરવાની તારીખ હાલ પૂરતી ટાળી દીધી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ(DoT) દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે આ નિયમો 31 ડિસેમ્બર, 2026 સુધી અમલમાં આવશે નહીં. ઉદ્યોગ જગતની રજૂઆતો અને ટેકનિકલ પડકારોને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયસીમા વધારવાનો નિર્ણય લીધો છે, જેથી હાલમાં યુઝર્સે કોઈ નવા ફેરફારનો સામનો કરવો પડશે નહીં.

App Store

શું છે આ SIM-બાઇન્ડિંગ નિયમ?

આ નિયમ મુજબ, તમે જે મોબાઈલ નંબરથી કોઈ મેસેજિંગ એપમાં લોગ-ઈન કરો છો, તે જ SIM કાર્ડ તમારા ફોનમાં હોવું ફરજિયાત બનશે. જો ફોનમાંથી SIM કાર્ડ કાઢી નાખવામાં આવે, બદલવામાં આવે કે બંધ થઈ જાય, તો એપ આપમેળે લોગ-આઉટ થઈ જશે અથવા ફરીથી વેરિફિકેશન માંગશે. આ નિયમનો મુખ્ય હેતુ યુઝર્સના એકાઉન્ટની સુરક્ષા વધારવાનો અને સાયબર ફ્રોડ રોકવાનો છે. જોકે, એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર આ સિસ્ટમ સેટ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હોવાથી હાલ તેની ડેડલાઇન વધારી દેવામાં આવી છે.

ડેસ્કટોપ અને વેબ યુઝર્સને પણ મોટી રાહત

નવા પ્રસ્તાવમાં એવી પણ ચર્ચા હતી કે WhatsApp Web કે Telegram Web જેવા પ્લેટફોર્મ દર 6 કલાકે આપમેળે લોગ-આઉટ થઈ જશે અને યુઝરે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગ-ઈન કરવું પડશે. પરંતુ હાલમાં આ નિયમને પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે માત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો જ સેશન ખતમ કરવામાં આવશે. અગાઉ આ નિયમો ફેબ્રુઆરી 2026 સુધીમાં લાગુ કરવાના હતા, પરંતુ હવે 31 ડિસેમ્બર, 2026 સુધી યુઝર્સ પહેલાની જેમ જ કોઈપણ અવરોધ વગર આ એપ્સનો ઉપયોગ કરી શકશે.