Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Samsung launches 5G phone at affordable price

Tech News : Samsung એ પોસાય તેવા ભાવે લોન્ચ કર્યો 5G ફોન,  5000mAh બેટરી સહિત મળશે એકથી એક ચડિયાતા ફીચર્સ 

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Tech News : Samsung એ પોસાય તેવા ભાવે લોન્ચ કર્યો 5G ફોન,  5000mAh બેટરી સહિત મળશે એકથી એક ચડિયાતા ફીચર્સ 
સોર્સ : GSTV news

સેમસંગે ભારતમાં વધુ એક સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સેમસંગ ફોન તાજેતરમાં લોન્ચ થયેલા ગેલેક્સી M36 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. કંપનીએ આ ફોનની કિંમત 16,000 રૂપિયાથી ઓછી રાખી છે. આ ફોન પ્રીમિયમ વેગન લેધર ડિઝાઇન સાથે આવે છે. ઉપરાંત કંપનીનો દાવો છે કે તે આ સેગમેન્ટનો સૌથી પાતળો ફોન છે, જેની જાડાઈ ફક્ત 7.7mm છે. આ ફોનમાં 5000mAh બેટરી સહિત ઘણી શક્તિશાળી ફીચર્સ મળે છે.

App Store

Samsung Galaxy F36 5G કિંમત

કંપનીએ Samsung Galaxy F36 5G ત્રણ કલર વિકલ્પો - Luxe Violet, Coral Red અને Onyx Blackમાં લોન્ચ કર્યો છે. આ ફોન બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે - 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB. તેની શરૂઆતની કિંમત 17,499 રૂપિયા છે. તેમજ તેનું ટોપ વેરિઅન્ટ 18,999 રૂપિયા છે. કંપની ફોનની ખરીદી પર 1,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેનો પહેલો સેલ 29 જુલાઈએ બપોરે 12 વાગ્યે ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને કંપનીના ઓફિશિયલ સ્ટોર પર યોજાશે. પહેલા સેલમાં ફોન 15,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે.

સેમસંગ ગેલેક્સી F36 5Gના ફીચર્સ 

સેમસંગનો આ બજેટ ફોન 6.7-ઇંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનો ડિસ્પ્લે 120Hz હાઇ રિફ્રેશ રેટ, વિઝન બૂસ્ટર જેવા ફીચર્સ સપોર્ટ કરે છે. ફોનના ડિસ્પ્લેની આસપાસ ખૂબ જ પાતળા બેઝલ્સ આપવામાં આવ્યા છે, જે તેને પ્રીમિયમ ફીલ આપે છે. સેમસંગ આ સસ્તા ફોન સાથે 6 વર્ષનો OS અને સુરક્ષા અપડેટ ઓફર કરે છે.

આ સ્માર્ટફોન સેમસંગ એક્ઝીનોસ 1380 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 8GB સુધીની RAM અને 128GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ છે. ફોનની RAM અને સ્ટોરેજ વધારી શકાય છે. તે Android 15 પર આધારિત OneUI 7 પર કામ કરે છે. ફોનમાં AI એડિટ, AI સર્ચ વગેરે સહિત ઘણી AI સુવિધાઓ આપવામાં આવી છે.

Samsung Galaxy F36 5G 5000mAh બેટરી સાથે 25W USB Type C ચાર્જિંગ ફીચર સાથે આવે છે. ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. તેમાં 50MP મુખ્ય અને 8MP અલ્ટ્રા વાઇડ કેમેરા છે. ફોનમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 13MP કેમેરા છે.