Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Phone can be charged even without a charger! If the battery runs out when you need it, try these 5 ways

VIDEO: Tech/ વગર ચાર્જરે પણ ચાર્જ થઈ શકે છે ફોન! જરૂરિયાત સમયે બેટરી પૂરી થઈ જાય તો ટ્રાય કરો આ 5 રીત

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શું તમે ક્યારેય એવી પરિસ્થિતિમાં ફસાયા છો જ્યારે ફોનની બેટરી પૂરી થવા આવી હોય પણ તમારી પાસે ચાર્જર કે પાવર બેંક ન હોય? આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ચાર્જરની શોધમાં લાગી જાય છે જેથી ફોન જલ્દી ચાર્જ થઈ શકે. જોકે, કેટલીક એવી રીતો છે જેનાથી તમે ચાર્જર વગર પણ ફોન ચાર્જ કરી શકો છો અને ઈમરજન્સીમાં કામ ચાલે એટલું બેટરી બેકઅપ મેળવી શકો છો. આ માટે તમારે રિવર્સ વાયરલેસ ચાર્જિંગ, ટીવીના USB પોર્ટ અથવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન જેવા વિકલ્પો શોધવા જોઈએ.

App Store

આ રીતો વિશે જાણકારી હોવાથી તમને ફોનને અસલી ચાર્જરથી ચાર્જ કરવા સુધીનો થોડો સમય મળી રહે છે. આ પદ્ધતિઓથી ફોન ચાર્જ કરવો સંપૂર્ણ સુરક્ષિત છે અને HONOR જેવી બ્રાન્ડ્સ પણ તેની સલાહ આપે છે.

રિવર્સ વાયરલેસ ચાર્જિંગ (Reverse Wireless Charging)

જો ફોનની બેટરી ઓછી હોય અને ચાર્જર ન હોય, તો આસપાસ વાયરલેસ ચાર્જિંગ સુવિધાવાળા ફોનની શોધ કરો. ઘણીવાર લોકો પાસે બે ફોન હોય છે અને તેમાંથી એકમાં આ ફીચર હોય છે પણ તેમને ખબર હોતી નથી. આ ફીચરની મદદથી તમે ફોનને વાયરલેસ પાવરબેંકની જેમ વાપરી શકો છો અને એક ફોનની બેટરીથી બીજા ફોનને ચાર્જ કરી શકો છો.

ટીવી (TV)ની મદદ લો

જો તમારી પાસે ચાર્જર નથી પણ ડેટા કેબલ છે, તો તમે ટીવીના USB પોર્ટ દ્વારા પણ ફોન ચાર્જ કરી શકો છો. ટીવીના USB પોર્ટથી ફોન ફાસ્ટ ચાર્જ નહીં થાય, પરંતુ ફોનને ચાલુ રાખવા જેટલી પાવર ચોક્કસ મળી જશે.

લેપટોપનો ઉપયોગ

જો તમારી પાસે કેબલ હોય તો આસપાસ કોઈ લેપટોપ શોધો. લેપટોપના પોર્ટમાં કેબલ લગાવીને તમે ફોન ચાર્જ કરી શકો છો. આ ઉપરાંત, જો લેપટોપ 'ટાઈપ-સી' (Type-C) ચાર્જરથી ચાર્જ થતું હોય, તો તમે સીધું તે જ ચાર્જર તમારા ફોનમાં લગાવી શકો છો. આનાથી ફોન ઝડપથી ચાર્જ થશે અને તે સુરક્ષિત પણ છે.

પબ્લિક ચાર્જિંગ સ્ટેશન શોધો

જો તમે મોલ, એરપોર્ટ, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જેવી જગ્યાએ હોવ, તો ત્યાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશન મળી જવાની પૂરી શક્યતા છે. ઘણી જગ્યાએ તો કેબલની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે, જેનાથી તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો.

આસપાસની ગાડીઓ મદદરૂપ થશે

જો ફોનની બેટરી સાવ પૂરી થવાની અણી પર હોય, તો તમે આસપાસ રહેલી કાર કે ટેક્સી ડ્રાઈવરની મદદ માંગી શકો છો. આજકાલ મોટાભાગની ગાડીઓમાં ચાર્જિંગની સુવિધા હોય છે. કોઈને થોડીવાર માટે વિનંતી કરવાથી તમારા ફોનને જરૂરી ચાર્જિંગ મળી શકે છે.