Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : People are buying this car with their eyes closed

લોકો આંખો બંધ કરીને ખરીદી રહ્યાં છે આ કાર, 4 સ્ટાર સેફ્ટી રેટિંગને કારણે બની પ્રથમ પસંદ

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2024
લાઇવ ટીવીGoogle News
લોકો આંખો બંધ કરીને ખરીદી રહ્યાં છે આ કાર, 4 સ્ટાર સેફ્ટી રેટિંગને કારણે બની પ્રથમ પસંદ

ટાટા મોટર્સની લોકપ્રિય હેચબેક કાર ટિયાગોએ ભારતીય બજારમાં 6 લાખ યુનિટના વેચાણનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે. આ કાર લોન્ચ થયા બાદ તેના સેગમેન્ટમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર નવેમ્બર 2024 સુધીમાં આ કારના વેચાણનો આંકડો 6 લાખને પાર કરી જશે.

App Store

આ પણ વાંચો : અર્ટિગા, સ્કોર્પિયોને પણ તમે ભૂલી જશો! બજારમાં આવી રહી છે 4 નવી કાર

ખાસ વાત એ છે કે ઑક્ટોબર 2024 સુધી જ ટિયાગોના 5,96,161 યુનિટ વેચાયા હતા. Tata Tiagoને પહેલીવાર ભારતીય બજારમાં 6 એપ્રિલ 2016ના રોજ લોન્ચ કરવામાં આવી હતી.

દર વર્ષે લોકપ્રિયતા વધી

ટાટા ટિયાગોએ તેના લોન્ચિંગના પ્રથમ વર્ષમાં જ ઘણી ચર્ચા જગાવી હતી. નાણાકીય વર્ષ 2016માં તેને 1,096 ગ્રાહકો મળ્યા. આ પછી પછીના વર્ષ 2017માં આ આંકડો વધીને 56,130 થયો. નાણાકીય વર્ષ 2018માં 78,829 યુનિટ્, 2019માં 93,369 યુનિટ્ અને 2020માં 49,365 યુનિટનું વેચાણ થયું હતું. જોકે, 2021માં આ સંખ્યા વધીને 60,711 થઈ ગઈ. નાણાકીય વર્ષ 2022માં 58,089 યુનિટ, 2023માં 77,399 અને 2024માં 50,478 યુનિટનું વેચાણ થયું હતું. તેમજ ઓક્ટોબર 2024 સુધી નાણાકીય વર્ષ 2025 માં 37,202 એકમોનું વેચાણ નોંધાયું હતું.

પાવરટ્રેન અને પ્રદર્શન

Tata Tiagoમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 86bhpનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે, આ કાર CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે, જેમાં એન્જિન 73.5bhpનો પાવર અને 95Nmનો ટોર્ક આપે છે.

કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે. માઇલેજની દ્રષ્ટિએ, પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ 20.1 કિમી/લીટર, પેટ્રોલ ઓટોમેટિક 19.43 કિમી/લીટર, CNG મેન્યુઅલ 26.49 કિમી/લીટર અને CNG ઓટોમેટિક વેરિઅન્ટ 28.06 કિમી/લીટરની માઇલેજ આપે છે.

ફીચર્સ અને કિંમત

ટિયાગોનું ઈન્ટિરિયર ખૂબ જ આધુનિક અને પ્રીમિયમ છે. તેમાં 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી, 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામા આવ્યાં છે. સુરક્ષાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર અને ABS આપવામાં આવ્યા છે.

Tata Tiagoની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 5.65 લાખ છે, જે ટોચના મોડલ માટે 8.90 લાખ સુધી જાય છે. ભારતીય બજારમાં તે મારુતિ સુઝુકી સેલેરિયો અને વેગનઆર જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.