મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

2 જૂનથી આ ઉપકરણો પર OTT એપ Netflix નહીં કરે કામ, જાણો સંપૂર્ણ વિગતો

જો તમે Netflixને સ્ટ્રીમ કરવા માટે Amazon Fire TV Stickનો ઉપયોગ કરો છો, તો તમને ટૂંક સમયમાં એક નવ

2 જૂનથી આ ઉપકરણો પર OTT એપ Netflix નહીં કરે કામ, જાણો સંપૂર્ણ વિગતો

જો તમે Netflixને સ્ટ્રીમ કરવા માટે Amazon Fire TV Stickનો ઉપયોગ કરો છો, તો તમને ટૂંક સમયમાં એક નવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 2 જૂન, 2025થી કેટલાક જૂના Fire TV Stick મોડેલો માટે Netflix સહિત ઘણી સ્ટ્રીમિંગ એપ્સના સપોર્ટ બંધ થઈ જશે.

જે ઉપકરણો માટે સ્ટ્રીમિંગ એપ્સ માટે સપોર્ટ સમાપ્ત થશે તેમાં 2014 Amazon Fire TV, 2014 Fire TV Stick અને 2016 Fire TV Stickનો સમાવેશ થાય છે જે Alexa Voice Remote સાથે આવે છે.

આ ઉપકરણો પર Netflix  નહીં કરે કામ 

રિપોર્ટ અનુસાર, Netflix એ એમેઝોન ફાયર ટીવી યુઝર્સને જાણ કરી છે કે તે કેટલાક ઉપકરણો પર એપ્લિકેશન સપોર્ટ બંધ કરશે. એટલે કે, જો તમારી પાસે પ્રથમ જનરેશનનું ફાયર ટીવી સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા રિમોટ સાથે ફાયર ટીવી સ્ટિક છે, તો 2 જૂનથી Netflix એપ્લિકેશન સપોર્ટ કરશે નહીં.

યુઝર્સને મોકલવામાં આવેલા ઇમેઇલમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારા ઉપયોગના ડેટા અનુસાર, તમે છેલ્લા 12 મહિનામાં ફર્સ્ટ જનરેશનના ફાયર ટીવી સ્ટ્રીમિંગ મીડિયા પ્લેયર પર Netflixનો ઉપયોગ કર્યો છે. Netflix 2 જૂન 2025થી આ સ્ટ્રીમિંગ મીડિયા પ્લેયર માટે તેનો સપોર્ટ બંધ કરશે.'

અત્યાર સુધી નેટફ્લિક્સે એપ સપોર્ટ સમાપ્ત કરવા અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા જારી કરી નથી, પરંતુ વિશ્લેષકો કહે છે કે સ્ટ્રીમિંગ ટેકનોલોજી વધુ અદ્યતન બની છે, ખાસ કરીને AV1 કોડેકના આગમન સાથે જે ઓછી બેન્ડવિડ્થનો ઉપયોગ કરીને વધુ સારી વિડિઓ ગુણવત્તા ઓફર કરે છે.

તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સે જૂન 2025માં રિલીઝ થનારી ઘણી ટાઇમલેસ ફિલ્મો, નવી વેબ સિરીઝ, દસ્તાવેજી ફિલ્મો વિશે માહિતી જાહેર કરી છે.

નેટફ્લિક્સ જૂન મહિનામાં રીઅર વિન્ડો ((1954), ધ ડેવિલ્સ ઓન ((1997) અને અસ (2019) જેવી ક્લાસિક ફિલ્મો રિલીઝ કરશે. આ ઉપરાંત Netflix Original Series- Sara: Woman in the Shadows અને Power Moves with Shaquille O’Neal પણ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

આ સમાચાર શેર કરો