VIDEO: Tech/ હવે UPI પેમેન્ટ કરવા માટે બેન્ક એકાઉન્ટની જરૂર નહીં! જાણો, GPayના આ ફિચરને કેવી રીતે કરવું સેટઅપ
Google Payએ એક એવું શાનદાર ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા બેંક એકાઉન્ટ વગર પણ પેમેન્ટ કરી શકાય છે. ગૂગલ પેના UPI Circleમાં હવે 'Pocket Money' ફીચર ઉમેરાયું છે. આની મદદથી યુઝર્સ તેમના પરિવારના સભ્યો કે મિત્રોને પોતાના બેંક એકાઉન્ટમાંથી UPI પેમેન્ટ કરવાની સુવિધા આપી શકે છે.
Google Pay પર હાલના UPI યુઝર 'પ્રાઇમરી યુઝર' ગણાય છે, જેઓ અન્ય લોકોને 'સેકન્ડરી યુઝર' તરીકે ઉમેરી શકે છે. આ રીતે સેકન્ડરી યુઝર તમારા જ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે, પરંતુ તેના પર તમારો સંપૂર્ણ કંટ્રોલ રહેશે.
શું છે આ પોકેટ મની ફીચર?
આ ફીચર બાળકોની પોકેટ મની મેનેજ કરવા અથવા કર્મચારીઓને પેમેન્ટમાં મદદ કરવા માટે ઉત્તમ છે. પ્રાઇમરી યુઝર તરીકે તમે વ્યવહારની મર્યાદા (Limit) નક્કી કરી શકો છો અથવા દરેક પેમેન્ટ માટે મંજૂરી (Approval) આપી શકો છો. ટૂંકમાં, જેમના પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી તેમના માટે આ ફીચર વરદાનરૂપ છે. દાખલા તરીકે, માતા-પિતા પોતાના બાળકોને સેકન્ડરી યુઝર તરીકે ઉમેરી તેમના માટે નિશ્ચિત રકમ સેટ કરી શકે છે.
પ્રાઇમરી યુઝર પાસે રહેશે ફૂલ કંટ્રોલ
પ્રાઇમરી યુઝર બે રીતે વ્યવહાર પર નિયંત્રણ રાખી શકે છે:
લિમિટ સેટ કરીને: જો તમે સેકન્ડરી યુઝરને પેમેન્ટનો સીધો અધિકાર આપો છો, તો તેની મર્યાદા દર મહિને ₹15,000 સુધીની રહેશે.
પેમેન્ટ અપ્રૂવલ: દરેક વખતે પેમેન્ટ કરતા પહેલા તમારી મંજૂરી જરૂરી રહેશે.
સેકન્ડરી યુઝર સેટ કરવા માટે જરૂરી શરતો:
પ્રાઇમરી યુઝર પાસે પોતાનું UPI એકાઉન્ટ હોવું જોઈએ.
તમે વધુમાં વધુ 5 સેકન્ડરી યુઝર્સ ઉમેરી શકો છો.
સામેવાળી વ્યક્તિનો નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોવો જોઈએ.
સેકન્ડરી યુઝર પાસે Google Pay એપ હોવી જોઈએ અને તેમાં તેમનો નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ.
GPayમાં Pocket Money ફીચર કેવી રીતે સેટઅપ કરવું?
સૌ પ્રથમ તમારા ફોનમાં Google Pay એપ ઓપન કરો.
એપમાં UPI Circle વિકલ્પ પર જાઓ (જે તમને હોમ સ્ક્રીન પર જ જોવા મળશે).
સેકન્ડરી યુઝરનું નામ અથવા ફોન નંબર સર્ચ કરીને તેને પસંદ કરો.
પસંદ કરેલા કોન્ટેક્ટનો UPI Circle QR કોડ સ્કેન કરો અને અપ્રૂવલ સેટિંગ્સ નક્કી કરો.
તમે "દરેક પેમેન્ટ અપ્રૂવ કરો" અથવા "મહિનાની લિમિટ સેટ કરો" તેમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકો છો.
ત્યારબાદ સેકન્ડરી યુઝરની વધારાની વિગતો જેમ કે તમારો સંબંધ અને તેમનો સરકારી ID નંબર દાખલ કરો.
તમારું બેંક એકાઉન્ટ પસંદ કરો અને Invite પર ક્લિક કરો.
ઇન્વાઇટ મોકલવા માટે તમારે તમારો UPI PIN નાખવો પડશે.
આ સ્ટેપ્સ ફોલો કરીને તમે બેંક એકાઉન્ટ વગર પણ તમારા પ્રિયજનોને UPI પેમેન્ટની સુવિધા આપી શકશો

