નાની હેચબેક નહીં, આ 7-સીટર બની દેશની સૌથી ફેવરિટ CNG કાર: ડિઝાયર અને પંચને પણ છોડ્યા પાછળ

આ 7-સીટર MPVના CNG મોડલની માંગ સામે દેશની અન્ય લોકપ્રિય કાર જેવી કે મારુતિ ડિઝાયર, મારુતિ વેગનઆર જેવા મોડલ પણ પાછળ રહી ગયા છે. મારુતિ અર્ટિગા દેશની સૌથી લોકપ્રિય CNG કાર બનીને સામે આવી છે. દેશની અંદર ગત મહિને એટલે કે ઓક્ટોબરમાં જે 29 CNG કારોને સૌથી વધુ ગ્રાહકો મળ્યા, તે યાદીમાં માત્ર 3 CNG મોડલ જ એવા રહ્યા જેમના 10-10 હજારથી વધુ યુનિટ વેચાયા. તેમાં ત્રણેય મોડલ મારુતિના જ છે. જ્યારે, ટોપ-10 માં મારુતિના 7, ટાટાના 2 અને હ્યુન્ડાઈનું 1 મોડલ સામેલ રહ્યું. જણાવી દઈએ કે અર્ટિગા CNG ની માઇલેજ 26.11 km/kg છે. તો હવે એક નજર કરો આ CNG કારોના વેચાણ પર.
CNG કારોના મોડલ મુજબ વેચાણની વાત કરીએ તો મારુતિ અર્ટિગાના ઓક્ટોબર 2026માં 14,308 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025માં તેના 16,015 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 11%નો ઘટાડો નોંધાયો. મારુતિ ડિઝાયરના ઓક્ટોબર 2026માં 12,695 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025માં તેના 13,594 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 7%નો ઘટાડો થયો. મારુતિ વેગનઆરના ઓક્ટોબર 2026 માં 11,499 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 10,906 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 5% નો વધારો થયો. મારુતિ વિક્ટોરિસના ઓક્ટોબર 2026 માં 9,217 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 5,257 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 75% નો વધારો જોવા મળ્યો.
મારુતિ બ્રેઝાના ઓક્ટોબર 2026 માં 8,725 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 3,657 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 139% નો ઉછાળો નોંધાયો. ટાટા પંચના ઓક્ટોબર 2026 માં 7,854 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 6,652 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 18% નો વધારો થયો. ટાટા નેક્સોનના ઓક્ટોબર 2026 માં 7,174 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 6,929 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 4% નો વધારો થયો. મારુતિ ઈકોના ઓક્ટોબર 2026 માં 7,105 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025માં તેના 7,047 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 1% નો વધારો થયો.
મારુતિ ફ્રોન્ક્સના ઓક્ટોબર 2026 માં 7,085 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 5,284 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 34% નો વધારો થયો. હ્યુન્ડાઈ ઓરાના ઓક્ટોબર 2026 માં 6,990 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 5,362 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 30% નો વધારો થયો. હ્યુન્ડાઈ એક્સ્ટરના ઓક્ટોબર 2026 માં 3,545 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 1,857 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 91% નો વધારો થયો. કિયા કેરેન્સ + ક્લેવિસના ઓક્ટોબર 2026 માં 3,485 યુનિટ વેચાયા.
મારુતિ બલેનોના ઓક્ટોબર 2026 માં 3,439 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 2,570 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 34% નો વધારો થયો. મારુતિ સ્વિફ્ટના ઓક્ટોબર 2026 માં 3,149 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 2,534 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 24% નો વધારો થયો. મારુતિ ગ્રાન્ડ વિટારાના ઓક્ટોબર 2026 માં 2,957 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 2,546 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 16% નો વધારો થયો. મારુતિ XL6 ના ઓક્ટોબર 2026 માં 2,461 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 2,198 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 12% નો વધારો થયો.
ટાટા એરિસના ઓક્ટોબર 2026 માં 2,268 યુનિટ વેચાયા. ટોયોટા રૂમિયનના ઓક્ટોબર 2026 માં 2,126 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 1,906 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 12% નો વધારો થયો. હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 ના ઓક્ટોબર 2026 માં 1,851 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 1,046 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 77% નો વધારો થયો. મહિન્દ્રા XUV 3XO ના ઓક્ટોબર 2026 માં 1,401 યુનિટ વેચાયા. ટાટા ટિયાગોના ઓક્ટોબર 2026 માં 1,372 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 1,980 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 31% નો ઘટાડો નોંધાયો.
ટાટા અલ્ટ્રોઝના ઓક્ટોબર 2026 માં 1,245 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 955 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 30% નો વધારો થયો. ટોયોટા હાઈરાઈડરના ઓક્ટોબર 2026 માં 716 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 1,318 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 46% નો ઘટાડો થયો. ટોયોટા ટેસરના ઓક્ટોબર 2026 માં 699 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 734 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 5% નો ઘટાડો થયો. મારુતિ સેલેરિયોના ઓક્ટોબર 2026 માં 527 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 196 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 169% નો વધારો થયો.
મારુતિ ઓલ્ટોના ઓક્ટોબર 2026 માં 354 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 523 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 32% નો ઘટાડો થયો. ટાટા ટિગોરના ઓક્ટોબર 2026 માં 65 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 332 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 80% નો ઘટાડો થયો. મારુતિ એસ-પ્રેસોના ઓક્ટોબર 2026 માં 18 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 174 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 90% નો ઘટાડો થયો. ટોયોટા ગ્લેન્ઝાના ઓક્ટોબર 2026 માં 0 યુનિટ વેચાયા, જ્યારે ઓક્ટોબર 2025 માં તેના 899 યુનિટ વેચાયા હતા. એટલે કે તેમાં 100% નો ઘટાડો નોંધાયો.








