મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

VIDEO: META ઈતિહાસની સૌથી મોટી છટણી કરશે, AIને કારણે 16,000 કર્મચારીઓને છૂટા કરવાનો લીધો નિર્ણય

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી લોકપ્રિય સર્વિસિઝ ચલાવતી ટેક જ

તસવીર: GSTV

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી લોકપ્રિય સર્વિસિઝ ચલાવતી ટેક જાયન્ટ કંપની મેટા, મોટાપાયે છટણી કરવાની છે. અહેવાલ મુજબ, કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ એઆઈમાં રોકાણ વધારવાની સાથે કંપનીના સંગઠનમાં ફેરફારો કરવાની યોજના બનાવી રહ્યા છે. 

આ ઈતિહાસની સૌથી મોટી છટણી સાબિત થશે

વિશ્વભરમાં લગભગ ૮૦,૦૦૦ કર્મચારીઓ ધરાવતી કંપની ૨૦ ટકા એટલે કે, ૧૬,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની છે. આ છટણી કંપનીના ઈતિહાસની સૌથી મોટી છટણી સાબિત થશે. જાણકારોના મતે, એઆઈ માટે વધતા ખર્ચ અને ડેટા સેન્ટર જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભા કરવા માટે કંપની ખર્ચ ઘટાડવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે.આ નિર્ણય મેટાની લાંબા ગાળાની એઆઈ રણનીતિનો ભાગ છે. કંપની વધુ કાર્યક્ષમ ઓટોમેટેડ સિસ્ટમ તરફ આગળ વધવા માગે છે. જેમાં, એઆઈ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા મેટાએ ૨૦૨૨માં ૧૧,૦૦૦ જ્યારે, ૨૦૨૩માં ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી. ટેક ઉદ્યોગમાં એઆઈના વધતા પ્રભાવ વચ્ચે મેટાનો નિર્ણય દર્શાવે છે કે, ટેક જાયન્ટ્સ હવે પોતાની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો