Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Is your car secretly listening in? Change these settings now to protect your privacy

VIDEO: Auto/ શું તમારી કાર છુપાઈને વાતો સાંભળી રહી છે? તો પ્રાઈવસી બચાવવા માટે અત્યારે જ બદલો આ સેટિંગ્સ

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજકાલની મોર્ડન કનેક્ટેડ કાર માત્ર ગાડીઓ જ નહીં, પરંતુ પૈડાં પર ચાલતા સ્માર્ટફોન જેવી છે. તેમાં લાગેલા માઇક્રોફોન, કેમેરા અને સેન્સર્સ તમારી લોકેશનથી લઈને તમારા વોઈસ કમાન્ડ્સ સુધીનો ડેટા કલેક્ટ કરી શકે છે. જો તમે તમારી પ્રાઈવસીને લઈને ચિંતિત હોવ, તો તમે તમારી કારના સેટિંગ્સ આ રીતે બદલી શકો છો:

App Store

ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની સેટિંગ્સ

આજની મોટાભાગની કાર ટચસ્ક્રીન સિસ્ટમ દ્વારા ડેટા શેર કરે છે. આ માટે સેટિંગ્સમાં જાઓ અને 'Privacy' અથવા 'Data Sharing'નો વિકલ્પ શોધો. ત્યાં આપેલા 'Share my data for Research' અથવા 'Improve Voice Recognition' જેવા ઓપ્શન બંધ કરી દો. 'Location Tracking'ને પણ તમે અહીંથી ડિસેબલ કરી શકો છો.

વોઈસ આસિસ્ટન્ટને કંટ્રોલ કરો

જો તમારી કારમાં Google Assistant અથવા Alexa ઇન-બિલ્ટ છે, તો તે હંમેશા 'વેક વર્ડ' (Wake Word) સાંભળવા માટે એક્ટિવ રહે છે. સેટિંગ્સમાં જઈને 'Listen for Wake Word'ના ઓપ્શનને તમે બંધ કરી શકો છો. હવે આસિસ્ટન્ટ ત્યારે જ એક્ટિવ થશે જ્યારે તમે સ્ટીયરિંગ વ્હીલ પર આપેલું બટન દબાવશો.

સ્માર્ટફોન કનેક્ટિવિટી

જ્યારે તમે ફોનને કાર સાથે કનેક્ટ કરો છો, ત્યારે કાર તમારા કોન્ટેક્ટ્સ, મેસેજ અને કોલ હિસ્ટ્રી એક્સેસ કરી લે છે. કનેક્ટ કરતી વખતે માત્ર 'Media' એક્સેસની જ પરવાનગી આપો, કોન્ટેક્ટ્સ કે મેસેજની નહીં. આ સિવાય તમે ફોનના Bluetooth Settingsમાં જઈને 'Sync Contacts'ને બંધ કરી શકો છો.

મોબાઈલ એપ

કાર બનાવતી કંપનીઓ પોતાની એપ્સ દ્વારા પણ ડેટા કલેક્ટ કરે છે. આ માટે ફોનના સેટિંગ્સમાં જઈને એપ પરમિશન ચેક કરો. જો જરૂર ન હોય તો 'Microphone' અને 'Location' એક્સેસ બંધ કરી દો અથવા તમારી સુવિધા મુજબ સેટ કરો.

ફેક્ટરી રીસેટ કરવાનું ભૂલશો નહીં

જો તમે તમારી કાર વેચી રહ્યા હોવ, તો 'Master Reset' અથવા 'Factory Reset' જરૂર કરો. આનાથી તમારું જૂનું લોકેશન, ઘરનું સરનામું અને ફોનનો ડેટા કારમાંથી સંપૂર્ણપણે ડિલીટ થઈ જશે.