Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : If you are also making these 5 mistakes with your car's AC, be careful!

VIDEO: Auto/ જો તમે પણ તમારી કારના AC સાથે 5 ભૂલો કરતા હોવ, તો ચેતી જજો!

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉનાળામાં ગાડીઓમાં એર કંડિશનર એટલે કે ACની જરૂરિયાત વધી જતી હોય છે. કેબિનને ઠંડુ રાખવા માટે આપણે એસીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, ઘણીવાર લોકો ઉનાળામાં ફરિયાદ કરે છે કે તેમની કારનું AC બરાબર ઠંડક નથી આપી રહ્યું. ગરમી વધવાની સાથે આ સમસ્યા સામાન્ય બની જાય છે. જોકે, ઘણીવાર સમસ્યા એસીમાં નહીં, પરંતુ લોકોની તેને વાપરવાની રીતમાં હોય છે. ઘણીવાર લોકો એવી  ભૂલો કરે છે જેના કારણે કારનું એસી બરાબર કૂલિંગ કરી શકતું નથી. ચાલો તમને આવી 5 ભૂલો વિશે જણાવીએ, જેથી તમે તેને સુધારી શકો અને ભીષણ ગરમીમાં કારનું એસી સાથ ન છોડે.

App Store

કારમાં બેસતા જ ACને ફૂલ સ્પીડ પર ચલાવવું

એક રિપોર્ટ અનુસાર, તડકામાં ઉભેલી કારની અંદરની હવા ખૂબ ગરમ થઈ જાય છે. જો તમે તરત જ ACને ફૂલ સ્પીડ પર ચલાવી દેશો, તો કોમ્પ્રેસર પર ખૂબ દબાણ આવશે અને ઠંડક મોડી થશે. નિષ્ણાતોનું કહેવું છે કે કારમાં બેસતાની સાથે જ પહેલા બારીના કાચ નીચે કરી દો જેથી ગરમ હવા બહાર નીકળી જાય. તેના થોડા સમય પછી AC ચલાવો, તેનાથી કેબિન જલ્દી ઠંડુ થશે.

રીસર્ક્યુલેશન મોડનો ઉપયોગ ન કરવો

ઘણા લોકો બહારની હવાને અંદર આવવા દે છે. બપોરની ગરમીમાં બહારની ગરમ હવાને વારંવાર ઠંડી કરવી AC માટે મુશ્કેલ હોય છે. સાચી રીત એ છે કે શરૂઆતમાં ગરમ હવાને બહાર કાઢ્યા પછી રીસર્ક્યુલેશન મોડ (Recirculation Mode) ઓન કરી દો. આનાથી કારની અંદરની ઠંડી હવા જ અંદર ફરતી રહેશે અને કૂલિંગ જળવાઈ રહેશે.

કેબિન એર ફિલ્ટરની સફાઈ ન કરવી

જેમ ઘરના ACની જાળી ગંદી થઈ જાય છે, તેમ જ કારના એર ફિલ્ટરમાં ધૂળ જામી જાય છે. આનાથી હવાનો પ્રવાહ ઓછો થઈ જાય છે. તેથી કેબિન એર ફિલ્ટરની સફાઈ જરૂરી છે. સર્વિસ સમયે એર ફિલ્ટર જરૂર સાફ કરાવો અથવા બદલાવો. જો તમે ધૂળવાળી જગ્યાએ રહેતા હોવ, તો તેને જલ્દી ચેક કરાવતા રહો.

રેગ્યુલર સર્વિસ ન કરાવવી

લોકો અવારનવાર ત્યાં સુધી મિકેનિક પાસે નથી જતા જ્યાં સુધી AC પૂરી રીતે કામ કરવાનું બંધ ન કરી દે. આનાથી ધીમે-ધીમે ગેસ લીક થતો રહે છે અથવા સ્પેરપાર્ટ્સ ઘસાઈ જાય છે. જો તમને થોડી પણ તકલીફ જણાય તો મિકેનિકને જરૂર બતાવો. સૌથી સારી રીત એ છે કે ઉનાળાની શરૂઆતમાં જ ACની સર્વિસ કરાવી લો. આનાથી નાના-મોટા લીકેજ સમયસર પકડાઈ જાય છે અને પછીથી મોટો ખર્ચ થતો નથી.

તડકામાં પાર્કિંગની ખોટી આદત

ઉનાળામાં કારને તડકામાં ઉભી રાખવાનું ટાળો. સીધા તડકામાં ઉભેલી કાર ભઠ્ઠીની જેમ તપવા લાગે છે. કાળા રંગનું ઈન્ટિરિયર તો વધુ ગરમી શોષે છે. તેથી હંમેશા કારને છાંયડામાં અથવા કવર્ડ પાર્કિંગમાં પાર્ક કરો. વિન્ડશીલ્ડ પર સનશેડ લગાવો. સાથે જ કાચને સહેજ ખુલ્લા છોડો જેથી હવા અવરજવર કરી શકે.