Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Google's gift for those who use multiple tabs at the same time, this new feature has come to Chrome for you

VIDEO: Tech/ એકસાથે અનેક ટેબ્સ વાપરનારા માટે Googleની ભેટ, તમારા માટે ક્રોમમાં આવ્યું આ નવું ફીચર

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગૂગલે (Google) તેના લોકપ્રિય વેબ બ્રાઉઝર ક્રોમ (Chrome) માટે બે નવા ફીચર્સ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં એક વર્ટિકલ ટેબ (Vertical Tab) અને બીજું અપડેટેડ રીડિંગ મોડનો સમાવેશ થાય છે. વર્ટિકલ ટેબ ફીચર લાવવાનો ઉદ્દેશ્ય ટેબ્સને વ્યવસ્થિત કરવાનો અને વેબપેજ જોવાનો અનુભવ બહેતર બનાવવાનો છે. જે લોકો એકસાથે અનેક ટેબ્સ ઓપન રાખે છે, તેમના માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેનાથી ટેબ મેનેજ કરવામાં અને કન્ટેન્ટને સરળ લેઆઉટમાં જોવામાં મદદ મળશે. ચાલો જાણીએ આનો ઉપયોગ કેવી રીતે કરવો.

App Store

બદલાઈ ગયો ગૂગલ ક્રોમનો લુક

અત્યાર સુધી ગૂગલ ક્રોમમાં જ્યારે તમે એકસાથે ઘણા ટેબ્સ ઓપન કરો છો, ત્યારે તે સર્ચ બારની ઉપર હોરિઝોન્ટલ (આડી) લાઈનમાં દેખાય છે. હવે તેને હટાવીને વર્ટિકલ ટેબ (ઉભી લાઈન) લેઆઉટ પર સ્વિચ કરવાની સુવિધા મળી રહી છે. આ ફીચર વાપરવું ખૂબ જ સરળ છે અને તેનાથી ક્રોમને એક નવો જ લુક મળી ગયો છે.

સાઈડમાં દેખાશે બધા ટેબ્સ

વર્ટિકલ ટેબ ફીચરનો ઉપયોગ કરવાથી ટેબ્સ બ્રાઉઝર વિન્ડોની ડાબી (Left) બાજુએ દેખાશે. અહીં દરેક ટેબના પેજ ટાઈટલ પૂરેપૂરા વાંચી શકાશે. એટલું જ નહીં, ટેબ ગ્રુપને પણ સાઈડ પેનલથી મેનેજ કરી શકાશે. આ નવો લેઆઉટ ટેબ્સને મેનેજ કરવાની એક વૈકલ્પિક અને સારી રીત પૂરી પાડે છે.

હવે ફુલ પેજ ઈન્ટરફેસમાં મળશે રીડિંગ મોડ

વર્ટિકલ ટેબની સાથે ગૂગલ ક્રોમના હાલના રીડિંગ મોડ ફીચરને પણ અપડેટ કરવામાં આવ્યું છે. હવે તે ફુલ-પેજ ઈન્ટરફેસ સાથે ઉપલબ્ધ છે. તે વેબપેજને એકદમ સરળ ફોર્મેટમાં બતાવે છે. આ અપડેટેડ રીડિંગ મોડ જાહેરાતો, સાઈડબાર અને પેજના અન્ય બિનજરૂરી તત્વોને હટાવી દે છે, જેથી યુઝર માત્ર ટેક્સ્ટ પર ફોકસ કરી શકે.

સુંદર પિચાઈએ કર્યા વખાણ

ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ વર્ટિકલ ટેબ્સ ફીચરની માહિતી આપી છે. તેમણે પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર એક અલગ અંદાજમાં ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં તેમણે "TABS IN CHROME" વર્ટિકલ એટલે કે ઉભા અક્ષરોમાં લખ્યું છે, જે રીતે હવે ક્રોમમાં ટેબ્સ દેખાશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે પિચાઈ આ ફીચરના વખાણ કરી રહ્યા છે.

કેવી રીતે વાપરશો આ નવા ફીચર્સ?

આ બંને ફીચર્સ વાપરવા ખૂબ જ સરળ છે:

રીડિંગ મોડ: યુઝર્સ કોઈપણ વેબપેજ પર રાઈટ ક્લિક કરીને “Open in reading mode” ઓપ્શન પસંદ કરી તેને નવા મોડમાં જોઈ શકશે.

વર્ટિકલ ટેબ્સ: ટેબ્સને ઉભા લાવવા માટે તમારે કોઈપણ ક્રોમ વિન્ડોમાં જઈને રાઈટ ક્લિક કરવાનું રહેશે અને પછી “Show Tabs Vertically” ઓપ્શન પસંદ કરવાનો રહેશે.

જો ફીચર ન દેખાય તો શું કરવું?

નોંધનીય છે કે આ ફીચર્સ આજથી જ રોલઆઉટ થવા લાગ્યા છે. જો તમને હજુ સુધી આ ઓપ્શન ન મળ્યો હોય, તો થોડી રાહ જુઓ, કારણ કે તે બ્રાઉઝરના વર્ઝન અને પ્લેટફોર્મ મુજબ ધીમે-ધીમે બધાને મળશે. જો તમે ક્રોમનું જૂનું વર્ઝન વાપરી રહ્યા હોવ, તો તેને તાત્કાલિક અપડેટ કરી લો.