Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Google launches the most powerful 'Gemini Omni' model ever

હવે વીડિયો એડિટિંગ કરવું થશે વધુ સરળ, ગૂગલે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી 'જેમિની ઓમ્ની' મોડલ કર્યું લોન્ચ

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
હવે વીડિયો એડિટિંગ કરવું થશે વધુ સરળ, ગૂગલે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી 'જેમિની ઓમ્ની' મોડલ કર્યું લોન્ચ
સોર્સ : Google

Google તેની એન્યુઅલ ડેવલપર કોન્ફરન્સ Google I/O 2026માં એન્ડ્રોઇડ 17ને લોન્ચ કર્યું છે. આ ઇવેન્ટનું આયોજન 19 મે અને 20 મેના રોજ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ વિશ્વભરમાં લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે અને તેમાં કીનોટ્સ, ડેમોઝ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ભવિષ્યને સમર્પિત ડેવલપર સેશનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ઇવેન્ટની શરૂઆત ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ઇવેન્ટની શરૂઆત જ જેમિની AI દ્વારા કરી હતી.

App Store

'આસ્ક યુટ્યુબ' ફીચર લોન્ચ: યુટ્યુબ પર યુઝર્સ માટે સર્ચિંગનો નવો અનુભવ લાવવા માટે એક નવું કન્વર્ઝેશનલ (વાતચીત આધારિત) સર્ચ ફીચર શરૂ કરવામાં આવ્યું છે.

જેમિની એપમાં બમણો ઉછાળો: ગૂગલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ જેમિનીના એક મહિનાના એક્ટિવ યુઝર્સની સંખ્યા બે ગણી વધીને 90 કરોડ (900 Million)ને પાર પહોંચી ગઈ છે.

દુનિયામાં સૌથી વધુ લોકો સુધી પહોંચ્યું જનરેટિવ AI: સુંદર પિચાઈના જણાવ્યા અનુસાર, ગૂગલ સર્ચ દુનિયાની અન્ય કોઈપણ પ્રોડક્ટ કરતાં સૌથી વધુ લોકો સુધી જનરેટિવ એઆઈ પહોંચાડી રહ્યું છે.

બિલિયન યુઝર્સ ક્લબમાં ગૂગલનો દબદબો: ગૂગલની 13 પ્રોડક્ટ્સ એવી છે જેમના યુઝર્સ 1 અબજ (1 બિલિયન)થી વધુ છે, જ્યારે તેમાંથી 5 પ્રોડક્ટ્સ તો 3 અબજ (3 બિલિયન)થી પણ વધુ યુઝર્સ ધરાવે છે.

'ડોક્સ લાઈવ' ફીચરની જાહેરાત: ગૂગલે 'ડોક્સ લાઈવ' નામનું નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના મનમાં ચાલતા ગમે તેવા વિચારોને બોલીને સીધા ડોક્યુમેન્ટમાં ઉતારી શકશે, એટલે કે ટાઈપ કર્યા વગર માત્ર બોલીને આખું લખાણ તૈયાર કરી શકાશે.

'જેમિની ઓમ્ની' મોડલ લોન્ચ

ગૂગલે તેનું અત્યંત શક્તિશાળી 'જેમિની ઓમ્ની' મોડલ રજૂ કર્યું છે, જે કોઈપણ પ્રકારના ઇનપુટ (જેમ કે ટેક્સ્ટ, ઓડિયો કે વિઝ્યુઅલ) પરથી ગમે તે વસ્તુ ક્રિએટ કરી શકે છે. આ નવું મોડલ ગૂગલના વૈશ્વિક માહિતી અને તાર્કિક ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીને સચોટ પરિણામો આપે છે.

વીડિયો એડિટિંગ પણ થશે સરળ: આ ઓમ્ની મોડલ માત્ર કન્ટેન્ટ ક્રિએટ જ નહીં, પણ હાઈ-લેવલ વીડિયો એડિટિંગ કરવા માટે પણ સક્ષમ છે, જે ક્રિએટર્સનું કામ ઘણું સરળ બનાવી દેશે.

AI કન્ટેન્ટની ઓળખ માટે 'સિન્થઆઈડી' વેરિફિકેશન: ઇન્ટરનેટ પર નકલી કે એઆઈ દ્વારા બનેલી તસવીરો ઓળખવા માટે ગૂગલે મોટું કદમ ઉઠાવ્યું છે. હવે ગૂગલ સર્ચના 'સર્કલ ટુ સર્ચ' ફીચરમાં અને ક્રોમ બ્રાઉઝરમાં ઈમેજ પર રાઈટ-ક્લિક કરીને જાણી શકાશે કે ફોટો અસલી છે કે તેને AI દ્વારા બનાવવામાં આવ્યો છે.