Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Is this the beginning of a new era of AI? Big revelations at Google I/O 2026

TECH News/ શું આ AIના નવા યુગની છે શરૂઆત?  Google I/O 2026માં થશે મોટા ખુલાસા, Chrome બનશે વધુ સ્માર્ટ

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
TECH News/ શું આ AIના નવા યુગની છે શરૂઆત?  Google I/O 2026માં થશે મોટા ખુલાસા, Chrome બનશે વધુ સ્માર્ટ
સોર્સ : GSTV

ગૂગલની સૌથી મોટી ટેક ઇવેન્ટ 'Google I/O 2026' 19 મેથી શરૂ થઈ રહી છે અને સમગ્ર ટેક જગતની નજર તેના પર ટકેલી છે. આ વર્ષે પણ ગૂગલ પોતાના યુઝર્સ અને ડેવલપર્સ માટે ઘણા મોટા સોફ્ટવેર અને AI સંબંધિત અપડેટ્સ રજૂ કરી શકે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ‘The Android Show’ દ્વારા કંપનીએ આગામી ફીચર્સની ઝલક પહેલેથી જ આપી દીધી હતી.

App Store

ગુગલ I/O 2026 લાઈવ કેવી રીતે જોવું?

ગૂગલ I/O 2026નું મુખ્ય કીનોટ (Keynote) ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે (10 AM PT) શરૂ થશે. આ ઇવેન્ટ કેલિફોર્નિયાના શોરલાઈન એમ્ફીથિયેટર (Shoreline Amphitheatre), માઉન્ટેન વ્યુથી આયોજિત કરવામાં આવી રહી છે, જ્યાં સુંદર પિચાઈ મુખ્ય ભાષણ આપશે.

યુઝર્સ તેને સીધા ગૂગલના ‘Google for Developers’ YouTube ચેનલ પર લાઈવ જોઈ શકે છે. મોબાઈલ અને લેપટોપ બંને પર બ્રાઉઝર અથવા YouTube એપ દ્વારા તેને સરળતાથી સ્ટ્રીમ કરી શકાય છે. આ સિવાય ડેવલપર કીનોટ અને ટેકનિકલ સેશન્સ પણ અલગ-અલગ સમયે લાઈવ થશે.

ગુગલ I/O 2026માં શું ખાસ હશે?

આ વર્ષે ઇવેન્ટનું સૌથી મોટું ફોકસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર રહેવાનું છે. ગૂગલ તેના મલ્ટીમોડલ AI મોડલ્સ, મીડિયા જનરેશન ટૂલ્સ, રોબોટિક્સ અને ઇન્ટેલિજન્ટ એજન્ટ્સ સાથે જોડાયેલા મોટા અપડેટ્સ બતાવી શકે છે. સાથે જ, ડેવલપર્સ માટે AI એપ્સ બનાવવાની અને તેને ડિપ્લોય કરવાની પ્રક્રિયાને સરળ બનાવતું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ રજૂ કરવામાં આવી શકે છે.

Android 17 અને નવા ફીચર્સ

આ ઇવેન્ટમાં Android 17ને લઈને પણ મોટા ખુલાસા થઈ શકે છે. આ ઓપરેટિંગ સિસ્ટમ (OS) હાલમાં બીટા ટેસ્ટિંગમાં છે અને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થવાની આશા છે. ગૂગલ આમાં પરફોર્મન્સ સુધારા, મોટા સ્ક્રીન સપોર્ટ અને ડેસ્કટોપ જેવા એક્સપિરિયન્સને વધુ બહેતર બનાવતા ફીચર્સ બતાવી શકે છે.

Chrome અને વેબ ટેકનોલોજી અપડેટ

આ સિવાય ગૂગલ ક્રોમ (Chrome)ને પણ વધુ સ્માર્ટ અને AI-પાવર્ડ બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં નવા વેબ API, વધુ સારી સ્પીડ અને AI આધારિત બ્રાઉઝિંગ ફીચર્સ જોવા મળી શકે છે. Google I/O 2026એ AI, એન્ડ્રોઇડ અને વેબ ટેકનોલોજીના ભવિષ્યની દિશા નક્કી કરનારી ઇવેન્ટ સાબિત થઈ શકે છે.