મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

કિડનીની પથરી દૂર કરવા ગૂગલ AIએ આપી વિચિત્ર સલાહ, ખૂબ ટ્રોલ કરી રહ્યા છે લોકો

ઈન્ટરનેટ પછી હવે ટેકનોલોજીનું વિશ્વ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ટે

કિડનીની પથરી દૂર કરવા ગૂગલ AIએ આપી વિચિત્ર સલાહ, ખૂબ ટ્રોલ કરી રહ્યા છે લોકો

ઈન્ટરનેટ પછી હવે ટેકનોલોજીનું વિશ્વ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ટેકનોલોજી હજી કેટલી પ્રારંભિક સ્થિતિમાં છે તેનું ઉદાહરણ ગૂગલ સર્ચના AI જનરેટિવે આપેલા જવાબ પરથી મળ્યું છે. તેમાં તેણે પથરી દૂર કરવા માટે રોજ બે લિટર પેશાબ પીવાની સલાહ આપી છે. 

અગાઉ ગૂગલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોડક્ટ જેમિની પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. એક યુઝરે સર્ચ કર્યુ હતું કે કિડનીમાં પથરી હોય તો શું કરવું જોઈએ. તેનો ગૂગલે આશ્ચર્યચકિત કરનારો જવાબ આપ્યો હતો. તેના લીધે ટેકનોલોજીના જગતમાં ગૂગલ પર માછલા ધોવાઈ રહ્યા છે.

વાસ્તવમાં જ્યારે યુઝરે કિડનીની પથરી અંગેનો સવાલ પૂછ્યો તો તેને જવાબ મળ્યો હતો, તરલ પદાર્થોનું સેવન વધુ પ્રમાણમાં કરો, આદુનું પાણી, લીંબુ સોડા, ફળોનો જ્યુસ વગેરે દ્વારા કિડનીમાંથી પથરી બહાર કાઢવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત તમારે દિવસમાં બે લિટર પેશાબ પીવો જોઈએ.

https://twitter.com/dril/status/1787041991391584549

આ પેશાબ પીવાની વિચિત્ર સલાહ બદલ લોકો ગૂગલને ટ્રોલ કરી રહ્યા છે. ગૂગલ સર્ચ પર મળેલી આ જાણકારીને એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. આ અંગે ટેક જીનિયસ માઇક કિંગે જણાવ્યું હતું કે આ સારી પ્રોડક્ટ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગૂગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેમિની પર સવાલ ઉઠયા હતા. તેના પછી ગૂગલે તેમાં સુધારો કર્યો હતો.

આ સમાચાર શેર કરો