Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Followed Google Maps and the car fell into the river, keep these things in mind while using Google Maps

Google Mapને ફોલો કર્યું અને આવું નુકસાન વેઠવું પડયું, ગૂગલ મેપ્સને વાપરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Google Mapને ફોલો કર્યું અને આવું નુકસાન વેઠવું પડયું, ગૂગલ મેપ્સને વાપરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
સોર્સ : Google

Google Map: ગુજરાતના પાડોશી રાજ્ય એવા રાજસ્થાનના ઐતિહાસિક સ્થળ ચિતૌડગઢ જિલ્લામાં તાજેતરમાં એક ગોઝારો બનાવ બન્યો હતો. જેમાં એક જ પરિવારના નવ લોકોને લઈ જતી કાર નદીમાં ખાબકી હતી. આ બનાવ એવા સમયે બન્યો જ્યારે ડ્રાયવરને સ્થાનિક પોલીસની ચેતવણીને અવગણીને ગૂગલ મેપ્સ દ્વારા દર્શાવેલા વૈકલ્પિક રસ્તાને ફોલો કર્યો. આ ઘટના રાશમી ક્ષેત્રના ઉપ્રેડા માર્ગ પર થઈ. ગૂગલ મેપ્સના નિર્દેશોને લીધે કાર અને જર્જરિત પુલ પર જઈ રહી ગતી. જે ઘણા સ્થળેથી તૂટેલો હતો. પુલ પાર કરવાના પ્રયાસમાં કાર ફસાઈ ગઈ અને નદીના પાણીમાં તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જેમાં ચાર લોકોનાં મોત થયા અને 5ને બચાવી લેવાયા હતો.

App Store

આ કારમાં કુલ નવ લોકો સવાર હતા. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 5 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બે મહિલા અને બે બાળકી નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનો શિકાર ન થવું પડે તે માટે તમારે ફોનમાં ગૂગલ મેપ્સ વાપરતા ખૂબ સાવધાની રાખવી જોઈએ.  

ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતી વખતે આ મહત્વપૂર્ણ સલામતી ટિપ્સનું પાલન કરો

મુસાફરી કરતી વખતે ગૂગલ મેપ્સ ખૂબ મદદરૂપ થાય છે, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. થોડી સાવચેતીઓ તમારી સફરને વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકે છે.

1. સ્થાનિક લોકોની સલાહ જરૂર લો
ગુગલ મેપ્સ ખૂબ જ ઉપયોગી છે, પરંતુ હંમેશા સચોટ નથી, ખાસ કરીને ભારત જેવા દેશોમાં, જ્યાં રસ્તાની સ્થિતિ અને ટ્રાફિક મુશ્કેલ હોઈ શકે છે.

• અજાણ્યા વિસ્તારોમાં જતા પહેલા સ્થાનિક લોકોની સલાહ લો.
• તેઓ તમને રસ્તાની સ્થિતિ, ચાલુ બાંધકામ અને સલામત માર્ગો વિશે શ્રેષ્ઠ રીતે માહિતી આપી શકે છે.
• આ સરળ પગલું તમારી મુસાફરીને વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકે છે.

2. વધુ સારા મૂલ્યાંકન માટે સેટેલાઇટ વ્યૂનો ઉપયોગ કરો
અજાણ્યા વિસ્તારમાં જતા પહેલા, ગૂગલ મેપ્સમાં સેટેલાઇટ વ્યૂ ચાલુ કરો. આ તમને દૃષ્ટિની રીતે રૂટ જોવા અને સંભવિત જોખમો ઓળખવા દે છે,

જેમ કે અધૂરો પુલ, ક્ષતિગ્રસ્ત રસ્તાઓ,અને પાણી ભરાયેલા રસ્તાઓ. આ સુવિધા ખાસ કરીને ધુમ્મસવાળા અથવા વરસાદી હવામાન દરમિયાન મદદરૂપ થાય છે, કારણ કે તે તમને વિઝિબિલીટી ઓછી હોય ત્યારે પણ સાચા માર્ગનો ખ્યાલ આપે છે.

3. ગૂગલ સ્ટ્રીટ વ્યૂનો ઉપયોગ કરો
ગૂગલ સ્ટ્રીટ વ્યૂ એક ઉત્તમ સાધન છે જે તમને તમારા રૂટનું પૂર્વાવલોકન કરવા દે છે. નવા શહેરને શોધવા, પર્વતીય રસ્તાઓ પર મુસાફરી કરવી અને અજાણ્યા ટ્રેઇલ્સનું અન્વેષણ કરવા. સેટેલાઇટ વ્યૂ સાથે જોડીને, તમે રસ્તાઓ, રસ્તાની સ્થિતિ અને સંભવિત અવરોધોનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકો છો.

4. રીઅલ-ટાઇમ લોકેશન શેર કરો
• વધુ સલામતી માટે ગૂગલ મેપ્સની રીઅલ-ટાઇમ લોકેશન શેરિંગ સુવિધાનો ઉપયોગ કરો.
• પરિવાર અથવા વિશ્વસનીય મિત્રો સાથે તમારું સ્થાન શેર કરો.
• તમે નક્કી કરી શકો છો કે તમારું સ્થાન કેટલા સમય માટે શેર કરવું.
• આ સુવિધા ખાસ કરીને લાંબી સફર અથવા એકલા મુસાફરી દરમિયાન ઉપયોગી છે, કારણ કે કટોકટીની સ્થિતિમાં મદદ ઝડપથી પહોંચી શકે છે.

5. મુસાફરીનો યોગ્ય મોડ પસંદ કરો

• ગૂગલ મેપ્સ પર હંમેશા મુસાફરીનો યોગ્ય મોડ પસંદ કરો - કાર, બાઇક અથવા ચાલીને.
• જો મોડ ખોટો હોય, તો તમને ખોટા દિશા નિર્દેશો મળી શકે છે. ઉદાહરણ તરીકે, હાઇ-સ્પીડ હાઇવે ટુ-વ્હીલર માટે અસુરક્ષિત છે.સાંકડી શેરીઓ કાર માટે અસુરક્ષિત છે, જે અકસ્માતોનું જોખમ વધારી શકે છે.

6. ઑફલાઇન નકશા સાચવો

જો તમે દૂરના વિસ્તારોમાં મુસાફરી કરી રહ્યા છો, તો હંમેશા તમારા રૂટને ઑફલાઇન સાચવો.

સિગ્નલ ન હોય ત્યારે પણ તમે સાચો રૂટ જોઈ શકશો.

જ્યારે GPS મર્યાદિત હોય ત્યારે આ અત્યંત મદદરૂપ સાબિત થશે.