Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Anthropic's 'Mythos' model leaked, poses a major risk to digital safety

VIDEO: Tech News / એન્થ્રોપિકનું 'Mythos' મોડલ લીક; ડિજિટલ સેફ્ટી પર મોટું જોખમ, સાયબર જગતમાં ખળભળાટ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની એન્થ્રોપિક (Anthropic) ના નવા AI મોડલને લઈને નિષ્ણાતોએ મોટી ચિંતા વ્યક્ત કરી હતી. જો સાયબર ઠગના જૂથ પાસે આ મોડલ પહોંચી જાય, તો તે એક મોટો ખતરો સાબિત થઈ શકે છે.

App Store

તાજેતરના અહેવાલ મુજબ, હવે આવું જ કંઈક બન્યું છે. કેટલાક અનધિકૃત (Unauthorized) વપરાશકર્તાઓના નાના જૂથે Mythos AI મોડલ સુધી એક્સેસ મેળવી લીધું છે.  એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એક ખાનગી ઓનલાઇન ફોરમના કેટલાક યુઝર્સને એ જ દિવસે Mythos નું એક્સેસ મળી ગયું હતું, જે દિવસે કંપનીએ પહેલીવાર આ મોડલને કેટલીક કંપનીઓ માટે ટેસ્ટિંગ માટે આપવાની જાહેરાત કરી હતી.

એક રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ જૂથ સતત Mythos નો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, તેનો ઉપયોગ સાયબર સિક્યોરિટીના હેતુઓ માટે કરવામાં આવી રહ્યો નથી. એન્થ્રોપિક કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે એ અહેવાલની તપાસ કરી રહ્યા છીએ જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમારા એક થર્ડ પાર્ટી વેન્ડર એન્વાયરમેન્ટ દ્વારા Claude Mythos Preview સુધી અનધિકૃત એક્સેસ બનાવવામાં આવ્યું છે."

એન્થ્રોપિકે આ વર્ષે 7 એપ્રિલે Mythos ની જાહેરાત કરી હતી અને તેને 'પ્રોજેક્ટ ગ્લાસવિંગ' હેઠળ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ એક નિયમન (Regulation) હેઠળ કામ કરતી યોજના છે. આ યોજના હેઠળ, પસંદગીની સંસ્થાઓને ડિફેન્સિવ સાયબર સિક્યોરિટી માટે હજુ રિલીઝ ન થયેલા 'Claude Mythos Preview' મોડલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

Mythos નું કાર્ય શું છે?

Mythos નું મુખ્ય કાર્ય ડિજિટલ સિસ્ટમની નબળાઈઓ (Vulnerabilities) શોધી કાઢવાનું છે.

આ મોડલ ફક્ત પસંદગીની કંપનીઓ અને સંસ્થાઓને જ ઉપયોગ માટે આપવામાં આવે છે.

તેનો ઉપયોગ હેકિંગ રોકવા અને સિક્યોરિટી ટેસ્ટિંગ માટે કરવામાં આવે છે.

Mythos ને લઈને ચિંતા કેમ છે?

Mythos વાસ્તવમાં એક અત્યંત પાવરફુલ AI છે અને જો તે ખોટા હાથમાં જાય તો તે કોઈપણ સિસ્ટમની ખામીઓ ખુલ્લી પાડી શકે છે. જેનો ફાયદો ઉઠાવી સાયબર ઠગ સિસ્ટમમાં ગાબડું પાડી શકે છે. આ જ કારણ છે કે તેને ખૂબ જ નિયંત્રિત રીતે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.