મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રેમપ્રકરણની અદાવતમાં તોડફોડ બાદ યુવકની માતાનો આપઘાત, ૯ આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠાના ઈડર તાલુકાના વસાઈ ગામમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવકની માત

તસવીર: gstv

સાબરકાંઠાના ઈડર તાલુકાના વસાઈ ગામમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવકની માતાએ ગળે ટૂંપો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વસાઈ ગામનો યુવક પડોશના મુડેટી ગામની યુવતી સાથે ભાગી જતાં મામલો બિચક્યો હતો. જેના રોષમાં યુવતીના પરિવારે યુવકના ઘરે આવી ભારે તોડફોડ અને મારામારી કરી હતી.આ હુમલા અને સતત મળતા માનસિક ત્રાસથી કંટાળીને આઘાતમાં સરી પડેલી યુવકની માતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે ૨૧ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી ૯ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે આપઘાતની દુષ્પ્રેરણા બદલ મુખ્ય આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો