VIDEO: બોટાદના ખસ રોડ પર જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
પ્રાથમિક માહિતી અનુસાર, ખસ રોડ પર જૂની અદાવતનું સમાધાન કરવા માટે બે પક્ષો ભેગા થયા હત

પ્રાથમિક માહિતી અનુસાર, ખસ રોડ પર જૂની અદાવતનું સમાધાન કરવા માટે બે પક્ષો ભેગા થયા હતા. આ દરમિયાન મામલો બિચકતાં સામા પક્ષે અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં હરપાલભાઈ રવુભાઈ ખાચર નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત અક્ષયભાઈ ખાચરને વધુ સારવાર માટે ભાવનગર અને સતુંભાઈ બોરીચાને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલો કરનારા શખ્સો કોણ હતા અને કેટલા હતા તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર વિગત બહાર આવી નથી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.


