VIDEO:સુરતમાં ચાની દુકાનમાં અંદર આવવાની ના પાડતાં યુવકને અસામાજિક તત્વોએ માર્યો માર
સુરતમાં ફરી એકવાર અસામાજિત તત્વો બેફામ બનીને સામાન્ય લોકોને માર મારતાં હોવાનું સામે

સુરતમાં ફરી એકવાર અસામાજિત તત્વો બેફામ બનીને સામાન્ય લોકોને માર મારતાં હોવાનું સામે આવી રહ્યું છે. ડિંડોલી વિસ્તારમાં આવેલી ચાની દુકાનમાં અસામાજિક તત્વોને દુકાનની અંદર આવવાની ના પાડવામાં આવી હતી. જેથી દુકાનદાર યુવકને દુકાનમાં પ્રવેશીને અસામાજિક તત્વોએ માર માર્યો હતો. ચાનો ગલ્લો ચલાવતા યુવકને માથામાં લોખંડનો રોડ મારી દેવાયો હતો. લોકોએ વચ્ચે પડી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વ સમાન યુવકને બહાર કાઢ્યો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. હાલ આ મામલે ડીંડોલી પોલીસે ફરિયાદ લઈ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. મોટાભાગના આસામાજિક તત્વો જેલના સળિયા ગણી રહ્યા છે ત્યારે હવે ફરી એકવાર મારામારીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યાં છે.




