મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: GSFC બ્રિજ પરથી યુવકનું મોત, પરિવારનો લૂંટ બાદ હત્યાનો આક્ષેપ

વડોદરાના GSFC બ્રિજ પરથી નીચે પટકાતા ભરત માળી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છ

તસવીર: gstv

વડોદરાના GSFC બ્રિજ પરથી નીચે પટકાતા ભરત માળી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. પરિવારના જણાવ્યા મુજબ આ માત્ર અકસ્માત નહીં પરંતુ લૂંટફાટ બાદ હત્યા થઈ હોવાની આશંકા છે. મૃતક પાસેથી સોનાની ચેન અને વીંટી ગુમ હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સાથે જ એક્ટિવા બ્રિજ પર મળી આવી જ્યારે મૃતદેહ બ્રિજની નીચે મળ્યો. ચાવી 108 કર્મચારીઓ પાસે કેવી રીતે પહોંચી તે અંગે પણ પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે છાણી પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો