VIDEO : બંગાળમાં 'માફિયા રાજ' અને અરાજકતા: યોગી આદિત્યનાથે મમતા સરકાર પર કર્યા પ્રહારો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા તૃણમૂલ કોંગ્
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારની આકરી ટીકા કરી છે. તેમણે બંગાળને 'માફિયા રાજ' અને ભ્રષ્ટાચારનું પ્રતીક ગણાવ્યું છે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, અરવિંદ ઘોષ અને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની આ પવિત્ર ભૂમિમાં TMCના ગુંડાઓ લૂંટફાટ અને અસામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. આજે TMC આતંકનું પ્રતીક બની ગઈ છે.
આર્થિક પતન અને બેરોજગારી
મુખ્યમંત્રી યોગી એ કહ્યું કે, એક સમયે જે બંગાળ ભારતની અર્થવ્યવસ્થાનું ગ્રોથ એન્જિન ગણાતું હતું, તેની હાલત આજે દયનીય થઈ ગઈ છે. બંગાળમાં ઉદ્યોગો અને વ્યવસાયો સતત બંધ થઈ રહ્યા છે. લાખો યુવાનો આજે બેરોજગાર છે અને રોજગારી માટે વલખાં મારી રહ્યા છે. બંગાળમાં ચોખા અને માછલીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બટાકા પકવતા ખેડૂતો આજે અપમાનિત થઈ રહ્યા છે.
ભ્રષ્ટાચાર અને અંધાધૂંધી
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળની સ્થિતિ અંગે આકરા પ્રહારો કરતા ભારપૂર્વક કહ્યું કે, બંગાળમાં હાલમાં 'અરાજકતા જેવી પરિસ્થિતિ' છે. TMC હવે ભ્રષ્ટાચારનું પર્યાય બની ગઈ છે અને સામાન્ય જનતા આ કુશાસનથી ત્રસ્ત છે. જે રાજ્યે ભારતને સાંસ્કૃતિક અને આર્થિક નેતૃત્વ પૂરું પાડ્યું હતું, તે આજે રાજકીય હિંસા અને માફિયાઓના શાસન હેઠળ દબાયેલું છે.







