મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: સાઉદીની એરસ્ટ્રાઈકથી યમનનું તાઈઝ માર્કેટ લોહીલુહાણ, 7ના મોત

યમનના તાઈઝ શહેરના સેન્ટ્રલ માર્કેટ આસપાસ સાઉદી અરેબિયાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા ભયાનક હ

તસવીર: gstv

યમનના તાઈઝ શહેરના સેન્ટ્રલ માર્કેટ આસપાસ સાઉદી અરેબિયાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલા બાદ તબાહીનો ખોફનાક મંજર સામે આવ્યો છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આક્ષેપ કર્યો છે કે સાઉદી વાયુસેનાએ શોપિંગ વિસ્તારને નિશાન બનાવીને બે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 7 નિર્દોષ લોકોના મોત થયા છે અને બાળકો સહિત ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘવાયા છે. હુથીઓના અલ-મસીરા  ટીવી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તબાહીના દ્રશ્યો જોઈ શકાય છે. હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ નાગરિક વિસ્તારો પર જાણીજોઈને બોમ્બમારો કરીને નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું છે. હુથી આરોગ્ય મંત્રાલયે આ હુમલાને નિર્દયી ગણાવીને ટૂંક સમયમાં જ સાઉદી અરેબિયા સામે વળતો પ્રહાર કરીને બદલો લેવાની ખુલ્લી ધમકી આપી છે.

આ સમાચાર શેર કરો