યાહ્યા સિનવાર પત્ની અને બાળકો સાથે સુરંગમાં છુપાતો જોવા મળ્યો, ઈઝરાયેલે જાહેર કર્યો જૂનો VIDEO
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ હમાસ ચીફ યાહ્યા સિનવારના મૃત્યુ પહેલા તેના નવા ફૂટેજ જાહ
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ હમાસ ચીફ યાહ્યા સિનવારના મૃત્યુ પહેલા તેના નવા ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં તે સુરંગની અંદર જતા જોવા મળે છે. આઈડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, "ભયાનક હુમલા પહેલા 6 ઓક્ટોબરની રાત્રે સિનવાર તેના પરિવાર સાથે ભૂગર્ભ બંકરમાં જતા જોવા મળ્યો હતો." તે પોતાના અસ્તિત્વના બચાવની તૈયારીમાં વ્યસ્ત હતો. ફૂટેજ બતાવે છે કે તેને કેવી રીતે ખોરાક અને અન્ય વસ્તુઓ સપ્લાય કરવામાં આવી રહી છે, જેથી તે લાંબા સમય સુધી ટનલની અંદર રહી શકે.
આ વીડિયો ક્લિપ 6ઠ્ઠી ઑક્ટોબરની મોડી રાતની હોવાનું કહેવાય છે, જ્યારે 7 ઑક્ટોબરે ઈઝરાયેલ પર ઘાતક હુમલો થયો હતો. વીડિયોમાં સિનવાર તેની પત્ની અને બાળકો સાથે ભૂગર્ભ સુરંગમાં જતો જોવા મળે છે. આ અંગે હગારીએ કહ્યું, 'એકવાર ફરી સાબિત થયું છે કે આતંકવાદી સંગઠન હમાસના નેતાઓ પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત છે. તે જે પણ હોય, તેને ગાઝાના લોકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતની પરવા નથી. તેઓ તેમનો ઉપયોગ માનવ ઢાલ તરીકે કરે છે. તેઓ માત્ર તેમનાપોતાના અસ્તિત્વની ચિંતા કરે છે. સિનવારે તેની પાસે મોટી રકમ પણ એકઠી કરી હતી.
યુદ્ધ દરમિયાન સિનવાર ખાન યુનિસ અને રફામાં રોકાયા હતા
આઈડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન યાહ્યા સિનવાર ખાન યુનિસ અને રફાહ વચ્ચે આવજા કરતો હતો. અમારું માનવું હતું કે તે પૂર્ણ સમય ગાઝામાં જ હતો. 'અમને પૂછવામાં આવ્યું કે શું સિનવાર ઇજિપ્ત ભાગી ગયો છે. અમે પુનરોચ્ચાર કર્યો કે તે ગાઝાની અંદર જ છુપાયેલો છે, જે ખાન યુનિસ અને રફાહ વચ્ચે વિસ્તરેલો છે. વીડિયો ફૂટેજમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે IDF પાસે સિનવારના પરિવારના દસ્તાવેજો પણ છે. હગારીએ જણાવ્યું હતું કે IDF સતત તેની પર નજર રાખી રહ્યું હતું. અને ગુપ્તચર સ્ત્રોતોનો ઉપયોગ કરીને વધારાના પુરાવા એકત્રિત કર્યા હતા.
યાહ્યા સિનવાર ખુરશી પર મૃત હાલતમાં જોવા મળ્યો હતો
યાહ્યા સિનવારના મૃત્યુના ત્રણ દિવસ પછી ઇઝરાયેલી દળોએ દક્ષિણ ગાઝામાં પત્રિકાઓ ફેંકી હતી. આ પત્રિકાઓમાં સિનવારની બીજી તસવીર દેખાઈ હતી, જેમાં તે ખુરશી પર મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. તેની આંગળી કપાઈ ગઈ હતી અને મથામથી લોહી વહી રહ્યું હતું. પેમ્ફલેટમાં લખવામાં આવ્યું હતું કે, 'સિનવારે તામરું જીવન બરબાદ કરી દીધું છે. તે અંધારાવાળી જગ્યાએ સંતાઈ ગયો હતો અને ભયભીત થઈને ભાગતી વખતે તેની હત્યા કરવામાં આવી હતી.' હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયાનું ઈરાનની એક હોટલના રૂમમાં મોત થયું હતું. જ્યારે લેબનોનના હિજબુલ્લાહ જૂથના નેતા હસન નસરાલ્લાહ, ભૂગર્ભ બંકરમાં ડઝનેક મોટા બોમ્બ વિસ્ફોટોમાં મૃત્યુ થયું હતું.








