VIDEO: ઉધનામાં ચાંદીની ચેન સાફ કરવાના બહાને ઠગાઈ, મહિલાએ માર માર્યો
સુરતના ઉધના કૈલાશનગર વિસ્તારમાં ચાંદીની ચેન સાફ કરવાના બહાને ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ઠગાઈન

સુરતના ઉધના કૈલાશનગર વિસ્તારમાં ચાંદીની ચેન સાફ કરવાના બહાને ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ઠગાઈની જાણ થતાં સ્થાનિકોએ સતર્કતા દાખવી બે શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ બંનેને રસ્તા વચ્ચે રોકી માર માર્યો હતો. ભોગ બનનાર મહિલાએ પણ બંને શંકાસ્પદોને ચપ્પલ વડે માર માર્યો હતો. જાહેરમાં થયેલા હંગામાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ બંને શંકાસ્પદોને પોલીસને સોંપતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.




