મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉધનામાં દુકાન સંચાલક સંચાલકની મનમાનીનો વીડિયો વાયરલ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ઉમિયા કોલ્ડ્રીંક નામની દુકાનના સંચાલકની મનમાનીનો વીડિયો ભારે વાયરલ થય

તસવીર: gstv

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ઉમિયા કોલ્ડ્રીંક નામની દુકાનના સંચાલકની મનમાનીનો વીડિયો ભારે વાયરલ થયો છે..દુકાનનો સંચાલક એક્સપાયરી ડેટની પ્રોડક્ટ વેચવાની સાથે વસ્તુની છાપેલ કિંમત કરતાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે એક જાગૃત યુવકે દુકાનદારનો પર્દાફાશ કરતો વીડિયો બનાવ્યો હતો, જેમાં 60 રૂપિયાની કોલ્ડ ડ્રિંક્સ બોટલના 65 રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરાયો છે અને વાયરલ વીડિયોમાં ખુદ દુકાનચાલક પણ 60 રૂપિયાની વસ્તુ 65 રૂપિયામાં આપતો હોવાનું સ્વીકારતો નજરે પડે છે. આ બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, અને ગ્રાહકે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસ કંટ્રોલ રૂમને પણ આ અંગેની જાણ કરી હતી.

આ સમાચાર શેર કરો