મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી મહાનગરપાલિકામાં બારીનો સ્લેબ તૂટ્યો

નવસારી મહાનગરપાલિકાની કચેરીમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે, જ્યાં કચેરીની બારીનો સ્લેબ અચાનક તૂટીને નીચે

તસવીર: gstv

નવસારી મહાનગરપાલિકાની કચેરીમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે, જ્યાં કચેરીની બારીનો સ્લેબ અચાનક તૂટીને નીચે પડ્યો હતો. આ દુર્ઘટનાને કારણે નીચે આવેલી એક કિરાણાની દુકાનના પતરાના શેડને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. આ અકસ્માત બાદ મહાનગરપાલિકાની ઈમારતની મજબૂતાઈ અને સલામતી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોમાં તંત્રની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો