મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાભરમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના ખારા અને મીઠા ગામોમાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમા

તસવીર: gstv

વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના ખારા અને મીઠા ગામોમાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં ત્રણથી ચાર કિલોમીટર સુધી વરસાદી પાણી ભરાઈ જતાં 100થી વધુ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મગફળી, જુવાર અને ઘાસચારાના પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાક ઉપરાંત ખાતર, બિયારણ અને ડીઝલ પાછળ થયેલો ખર્ચ પણ વ્યર્થ ગયો છે અને અંદાજે રૂ.50 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ ઉઠાવી છે.  

આ સમાચાર શેર કરો