મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : મોદીનો ઘટસ્ફોટ ; 'અંદાણી-અંબાણી પાસેથી ખટારા ભરીને પૈસા લીધા, એટલે શહેઝાદા એમનું નામ નથી લેતા'

વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી જનસભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ સાથે જ સવાલ

વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી જનસભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ સાથે જ સવાલ પૂછ્યો હતો કે રાતો રાત કેમ કોંગ્રેસના શહેઝાદાએ અંબાણી-અદાણીને ગાળો બોલવાનું બંધ કરી નાખ્યું.

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે, "જ્યારથી ચૂંટણી જાહેર થઇ છે કોંગ્રેસે અંબાણી-અદાણીને ગાળો બોલવાનું બંધ કરી નાખ્યું છે. તેલંગાણાની ધરતીથી પૂછવા માંગુ છું કે, શહેજાદા જાહેર કરે કે આ ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે, કાળા ધનની કેટલી બોરી ભરીને મરી છે? ટેમ્પો ભરીને નોટો કોંગ્રેસ માટે પહોંચી છે કે શું? શું સોદો થયો છે કે તમે રાતો રાત અંબાણી-અદાણીને ગાળો બોલવાનું બંધ કરી નાખ્યું? જરૂર દાળમાં કંઇક કાળું છે. 5 વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો બોલી અને રાતોરાત ગાળો બંધ થઇ ગઇ છે. કોઈને કોઇ ચોરીનો માલ ટેમ્પો ભરીને તમે મેળવ્યો લાગે છે.

આ સમાચાર શેર કરો