VIDEO: સુરતના કતારગામમાં પાણી ભરાતા રોગચાળો વણસ્યો: 40થી વધુ બાળકો સહિત અનેક લોકો બીમાર
સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બનતા ભારે ચિંત

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બનતા ભારે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેરના કતારગામ સ્થિત એક ટેનામેન્ટમાં જ 40થી વધુ બાળકો એકસાથે અચાનક બીમાર પડતા પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વરસાદી અને ગંદા પાણીનો નિકાલ ન થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે બાળકોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના લક્ષણો જોવા મળ્યા છે. આ ઉપરાંત, વડીલો અને યુવાનો ચિકનગુનિયા તેમજ સાંધાના દુખાવાની બીમારીમાં પટકાયા છે. ગંદકી અને ભરાયેલા પાણી અંગે મનપામાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ, ઉલટી અને કળતરના દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.




