VIDEO: પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડાયું
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે સલાલ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા જળસ્

જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે સલાલ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલી નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે.




