મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેરગામમાં પાણીની લાઈનમાં ભંગાણ, 200 ફૂટ ઊંચા ફુવારા

નવસારીના ખેરગામ તાલુકાના વડપાડા ગામે ચાર રસ્તા પાસે દમણગંગા પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીની લાઈન

તસવીર: gstv

નવસારીના ખેરગામ તાલુકાના વડપાડા ગામે ચાર રસ્તા પાસે દમણગંગા પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીની લાઈનમાં ભંગાણ થતાં અંદાજે 200 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. પાણીના ભારે પ્રવાહને કારણે નજીકમાં આવેલા એક ઘરને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. દમણગંગા પાણી યોજના શરૂ થાય તે પહેલાં ટેસ્ટિંગ દરમિયાન જ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તંત્રમાં દોડધામ મચી હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી.

આ સમાચાર શેર કરો