VIDEO: ઉકાઈ ડેમમાંથી 67 હજાર ક્યૂસેક પાણી છોડાયું, તાપીની જળસપાટી વધતાં તંત્ર એલર્ટ

ગુજરાતમાં ચોમાસામાં આ વર્ષે સિઝનમાં ખૂબ જ સારો વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડ

ગુજરાતમાં ચોમાસામાં આ વર્ષે સિઝનમાં ખૂબ જ સારો વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટે પહોંચી છે. પાણીની આવક વધતાં ડેમમાંથી 67 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં સુરતમાં તાપી નદીની જળસપાટીમાં વધારો થયો છે. નદીના પાણીનું સ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત