મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દેહરાદૂનના ટપકેશ્વર મહાદેવ મંદિર નજીક ભારે વરસાદથી તમસા નદીની જળસપાટીમાં વધારો

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં થયેલા ભારે વરસાદને કારણે પ્રસિ

તસવીર: gstv

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં થયેલા ભારે વરસાદને કારણે પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર નજીક વહેતી તમસા નદીના જળસપાટીમાં ભારે વધારો નોંધાયો છે. પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં નદી ધસમસતા પ્રવાહ સાથે વહેવા લાગી છે, જેના કારણે મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂર જેવા માહોલને પગલે સુરક્ષા કારણોસર મંદિરના પૂજારીઓ અને ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સ્થિતિની ગંભીરતા જોઈને સ્થાનિક પ્રશાસન અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદી કિનારે અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. નદીના વધતા પ્રવાહ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય.

આ સમાચાર શેર કરો