ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન આવશે તેવી આશા: યજમાન ટીમોનો પૂર્વ ખેલાડી
ફેબ્રુઆરી 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન

ફેબ્રુઆરી 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તેવો કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમને આશા છે કે ભારતીય ટીમ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI) ICCને દૂબઇ અથવા શ્રીલંકામાં મેચનું આયોજન કરવા માટે કહેશે. નોંધનીય છે કે, ભારતીય સરહદ પર આતંકવાદી ગતિવિધિઓમાં પાકિસ્તાનની સતત સંડોવણીને કારણે પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ બંધ છે. સરહદ પર સમયાંતરે તેના નાપાક ઈરાદાઓ સામે આવે છે, જ્યારે તેના રાજકારણીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરુદ્ધ આગ ભડકાવવાની હિંમત કરતા રહે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે યોજાશે પરંતુ તેના માટે તૈયારી અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. PCB તરફથી ICCને એક ડ્રાફ્ટ કાર્યક્રમ સોંપવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી એ નક્કી નથી કે ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં.
ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં
ચેમ્પિયન્સ ટ્રોફી માટે કૂલ આઠ ટીમોએ ક્વોલિફાય કર્યુ છે જેમાં ભારત અને પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ સામેલ છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય આ ગ્રુપમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમ સામેલ છે. બાકી ચાર ટીમ બીજા ગ્રુપમાં છે. PCB તરફથી જણાવવામાં આવ્યું કે આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફીના તમામ મેચ ત્રણ સ્ટેડિયમમાં રમાશે જેમાં લાહોર, કરાચી અને રાવલપિંડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.






