મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : ડિજિટલ અને કૃષિ ક્ષેત્રે વધશે સહયોગ, ભારતની પ્રથમ મુલાકાતે આવેલા ઇક્વેડોરના વિદેશ મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે દિલ્હીમાં ઇક્વેડોરના વિદેશ મંત્રી ગેબ્રિએલા સોમ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે દિલ્હીમાં ઇક્વેડોરના વિદેશ મંત્રી ગેબ્રિએલા સોમરફેલ્ડ રોસેરો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ગેબ્રિએલા રોસેરો તેમની પ્રથમ ભારત મુલાકાતે આવ્યા છે, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન બંને નેતાઓએ વેપાર, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ભારત અને ઇક્વેડોર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદેશ મંત્રી જયશંકરે આ મુલાકાતના દ્રશ્યો સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું હતું કે, ભારત બહુપક્ષીય મંચો પર ઇક્વેડોર સાથે મળીને કામ કરવા તૈયાર છે. આ મુલાકાત દક્ષિણ અમેરિકાના દેશો સાથે ભારતના વધતા રાજદ્વારી સંબંધોનું પ્રતિક છે.

આ સમાચાર શેર કરો